Tue,17 June 2025,10:06 am
Print
header

ઉદેપુરમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નડિયાદના એક વેપારી સહિત બે લોકોના મોત, કાર પાછળથી ટ્રક સાથે અથડાઇ

  • Published By
  • 2025-06-05 16:43:05
  • /

રાજસ્થાનઃ સવારે ઉદયપુર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રોડ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નડિયાદના એક વેપારી સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ અકસ્માત સવારે લગભગ 5:30 વાગ્યે ટીડી-બારાપાલ નજીક થયો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર મૃતક ઓમપ્રકાશ મુંદડા (ઉ.વ-70) નડિયાદના રહેવાસી હતા. તેઓ વાસણનો વેપાર કરતા હતા.

પરિવાર ચિત્તોડગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યો હતો

તે તેમના પત્ની કૈલાશ દેવી અને ડ્રાઈવર દીપક સાથે કાર દ્વારા ચિત્તોડગઢમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. રસ્તામાં તેમની કાર પાછળથી એક ટ્રક સાથે તેજ ગતિએ અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. જેમાં ઓમ પ્રકાશ મુંદડા અને ડ્રાઇવર દીપકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારની પાછળની સીટ પર બેઠેલા કૈલાશ દેવીને ઈજા થઈ હતી.

પોલીસે ટ્રક જપ્ત કરી

પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું અને ઘણી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહોને એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થેમાં મોકલવામાં આવ્યાં હતા. અકસ્માત બાદ ટ્રકને જપ્ત કરવામાં આવી છે.

ઘટનાની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરિવારના જણાવ્યાં અનુસાર તેઓ ચિત્તોડગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. હાલમાં પોલીસ આ મામલાની તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch