Sat,14 March 2026,1:40 am
Print
header

સુરતની કેસરિયા ટેકસટાઇલ કંપની દ્વારા બે નવી બ્રાન્ડ્સ લોન્ચ કરાઇ

  • Published By
  • 2026-02-25 12:19:00
  • /
  • Surat

સુરતમાં કેસરિયા ટેકસટાઇલ કંપની દ્વારા બે નવી બ્રાન્ડ્સ લોન્ચ કરાઇ 

પુરુષો માટે મેન્ઝારો અને બાળકો માટે કિકીબૂ, વેપારીઓને ફેક્ટરી રેટે ટ્રેન્ડી કલેકશન મળશે

સુરતઃ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે ઓળખાતી કેસરીયા ટેક્સટાઇલ કંપનીએ પોતાની હાજરીને વધુ મજબૂત કરતાં બે નવા એપેરલ બ્રાન્ડ્સ લોન્ચ કર્યા છે. પુરુષ વસ્ત્રો માટે મેન્ઝારો અને બાળકોના વસ્ત્રો માટે કિકીબ નામે રજૂ કરાયેલા આ બ્રાન્ડ્સ સાથે કંપનીએ નવા માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. શનિવારે યોજાયેલા ભવ્ય લોન્ચ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ટેક્સટાઇલ વેપારીઓ, હોલસેલર્સ અને રિટેલર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

કંપનીના B2B, B2C તેમજ ફ્રેન્ચાઇઝ મોડલ મારફતે અત્યાર સુધીમાં એક લાખથી વધુ વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને વ્યવસાયિક સહારો મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. નવી શરૂઆત સાથે મેન્ઝારો અને કિકીબૂ બ્રાન્ડ હેઠળ નવીનતમ ફેશન ટ્રેન્ડ મુજબના કપડાં સીધા ફેક્ટરી રેટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીના મતે આ વ્યવસ્થા કારણે રિટેલર્સ અને બિઝનેસ પાર્ટનર્સને વધુ નફો કમાવાની તક મળશે. 

લોન્ચ પ્રસંગે ગ્રાન્ડ ઓપનિંગ ઓફર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. કંપનીના ફાઉન્ડર રિતેશ મોદીએ જણાવ્યું હતું કે, વેપારીઓ સાથે મળીને વિકાસ કરવો એ કંપનીની મૂળ વિચારધારા રહી છે. સીધી કિંમતો અને ગોઠવાયેલા બિઝનેસ મોડલના આધારે ઉદ્યોગસાહસિકોને વિસ્તરણ માટે સરળ અને ટકાઉ તક પૂરી પાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. કેસરીયા ટેક્સટાઇલ કંપની 0 ટકા રોયલ્ટી સાથેના ફ્રેન્ચાઇઝ મોડલ પર કાર્ય કરે છે. 

ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા વ્યવસાયિક અવસર સર્જવા અને વેપારીઓને મજબૂત બનાવવા કંપની સતત પ્રયત્નશીલ હોવાનું પણ જણાવાયું છે. નવા બ્રાન્ડ્સ દોરીવાલા સ્ક્વેર ખાતે, સુરત રેલવે સ્ટેશન સામે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેસરિયા ટેક્સટાઈલ કંપનીએ વર્ષોથી ભારતીય ટેક્સટાઈલ માર્કેટમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે. 

બ્રાન્ડ સાડી, કુર્તી, લહેંગા, સૂટ, નાઈટ વેર, કોઓર્ડ સેટ, મહિલા વસ્ત્રો, પુરુષ વસ્ત્રો અને બાળકોના વસ્ત્રો સહિત વિવિધ પ્રકારના પરિધાનની વિશાળ શ્રેણી ઓફર કરે છે. મજબૂત વિતરણ નેટવર્કના કારણે કંપનીના ઉત્પાદનો સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે અને તે વિશ્વના 80થી વધુ દેશોમાં નિકાસ પણ થાય છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar