Thu,25 April 2024,4:04 pm
Print
header

રાજકોટના બામણબોર પાસે ડમ્પર પાછળ આઈસર ઘુસી જતા 2 લોકોનાં મોત, 4 ઈજાગ્રસ્ત

રાજકોટ: બામણબોર બાઉન્ડ્રી નજીક બંધ પડેલા ડમ્પર પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં બે લોકોનાં મોત થયા છે. એકનું મોત ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આઈસરમાં સવાર અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અમદાવાદમાં રહેતો મજૂર પરિવાર અમદાવાદથી સામાન ભરી વતન જુજારપુરમાં નવા બનાવાયેલા મકાનમાં રહેવા આવતા હતા ત્યારે મોડી રાતે અકસ્માત થયો હતો.

અમદાવાદમાં નરોડામાં રહેતા અને મીલમાં નોકરી કરતાં કાનજીભાઇ રૂડાભાઇ સેવરાએ લોકડાઉનમાં નોકરી ગુમાવતાં તેઓ 6 મહિના પહેલા અમદાવાદથી મૂળ વતન ચોરવાડના જુજારપુર આવી ગયા હતાં અને વારસામાં મળેલી જમીન પર નવું મકાન બનાવવાનું શરૂ કર્યું હતું.તેમના પત્ની, પુત્ર, પુત્રી અમદાવાદમાં જ રોકાયા હતા. પુત્ર વિશાલ એમ.આર તરીકે નોકરી કરતો હતો તથા માતા લીલીબેન સેવરા  અમદાવાદ ખાતે જ રોકાયા હતાં. M.comનો અભ્યાસ કરતી બહેન દિક્ષીતા અને વિશાલ ના કાકાની દીકરી સાવની ભુપતભાઇ સેવરા ઉત્તરાયણ કરવા અમદાવાદ ગયા હતા

વતન જુજારપુરમાં નવું મકાન બનીને તૈયાર થઇ ગયું હતું, વિશાલના પિતા કાનજીભાઇ અગાઉથી જ અહીં હતાં.વિશાલ તેના માતા, બહેન અને પિત્રાઇ બહેનને ગઇકાલે રાતે આઇસરમાં સામાન ભરાવી અમદાવાદથી ચોરવાડ રવાના થયા હતાં. બામણબોર પાસે રાતે ત્રણેક વાગ્યે એક ડમ્પર બંધ ઉભું હોવાથી ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં આઇસરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં વિશાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સાથે આવેલા મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch