Sat,08 August 2026,10:16 pm
Print
header

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ

  • Published By Panna Patel
  • 2026-07-12 08:45:28
  • /

ખેડાઃ ચાંદીપુરા વાયરસના વધુ 2 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. કઠલાલના મિર્ઝાપુરના શીરાની મુવાડીમાં અને કપડવંજ તાલુકાના સાલોડ ગામની વિસ્તારમાં બે બાળકો ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી જતા સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તારમાં 1 વર્ષનું બાળક અને કઠલાલ તાલુકાના મિર્ઝાપુર નજીક આવેલી શીરાની મુવાડીમાં 4 વર્ષનું બાળક ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી ગયું છે. બાળકની પ્રાથમિક સારવાર કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ તબિયત વધુ ગંભીર બનતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
 
આરોગ્ય વિભાગે બંને વિસ્તારોમાં સર્વે અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. ચાંદીપુરાના કેસ સામે આવ્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સાલોડ ગામ અને શીરાની મુવાડી સહિત આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરાના બે કેસ સામે આવતા કઠલાલ અને કપડવંજ તાલુકાના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 5 બાળકોના મોત થયા છે. બાળકોમાં તાવ, ઊલટી, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch