Sun,08 September 2024,12:04 pm
Print
header

આખરે સુરતમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.10 લાંચ માંગવાના કેસમાં AAPના બે કાઉન્સિલરો સામે કેસ નોંધાયો, એકની ધરપકડ

સુરતઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર પાર્કિંગ સુવિધા આપનારા સંચાલક પાસેથી રૂ. 10 લાખની લાંચ માંગવા બદલ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. એસીબીએ મંગળવારે આ માહિતી આપી હતી. આરોપીએ ફરિયાદી સાથે મોબાઇલ ફોન પર વાતચીત દરમિયાન પૈસા માટે દસ્તાવેજ જેવા કોડ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામેનો કેસ ફોરેન્સિક વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ સહિતના પુરાવા પર આધારિત હતો.

વોર્ડ નંબર 17ના કાઉન્સિલર વિપુલ સુહાગિયાની ધરપકડ

ACBએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 17ના કાઉન્સિલર વિપુલ સુહાગિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ તેની ધરપકડ કરાઇ હતી. સુહાગિયાના સહયોગી અને વોર્ડ 16ના કાઉન્સિલર જીતેન્દ્ર કાછડિયા સામે પણ સોમવારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કાછડિયાની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી

મલ્ટી-લેવલ પે-એન્ડ-પાર્ક સુવિધાના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટરે લાંચની માંગણી અંગે ACBને જાણ કરી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર સુરતના બંને AAP કાઉન્સિલરોએ પે-એન્ડ-પાર્ક સુવિધાની મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાક્ટર પર શાક માર્કેટ માટે નિયુક્ત કરેલી જમીનના એક ભાગ પર ગેરકાયદે કબ્જો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમને ધમકી આપી હતી કે જો કોન્ટ્રાક્ટર તેને 10 લાખ રૂપિયા નહીં ચૂકવે તો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) આરઆર ચૌધરીએ જેઓ તપાસનું નેતૃત્વ કરી રહ્યાં છે, તેમને પુષ્ટિ કરી કે એસીબીએ કાઉન્સિલરો વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકેની આગેવાની હેઠળની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ગેરકાયદેસર જમીન પર કબ્જાના મુદ્દાને ઉકેલવાના બહાને લાંચ માંગી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch