Thu,15 January 2026,7:20 am
Print
header

ટ્રમ્પના નિશાને હુતી બળવાખોરો, અમેરિકાએ યમન પર કર્યો હવાઈ હુમલો, 24 નાં મોત

  • Published By
  • 2025-03-16 09:30:49
  • /

વોંશિગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાના પર હુતી વિદ્રોહીઓ છે. શનિવારે અમેરિકાએ યમનના હુતી વિદ્રોહીઓ પર સૈન્ય હુમલા શરૂ કર્યા હતા. જેમાં યમનના 24 લોકોનાં મોત થયા છે.

હુતી બળવાખોર જૂથે લાલ સમુદ્રના શિપિંગ સામે હુમલા શરૂ કર્યા હતા. અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો હુતીઓ અટક્યા નહીં તો પરિણામ સારું નહીં આવે, ટ્રમ્પે હુતીઓના મુખ્ય સમર્થક ઈરાનને પણ ચેતવણી આપી છે કે તેણે તરત જ જૂથને સમર્થન આપવાનું બંધ કરી દે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સંબોધતા કહ્યું કે, જો અમેરિકાને ધમકી આપવામાં આવશે તો અમેરિકા તમને સંપૂર્ણ રીતે જવાબદાર ગણશે અને અમે તેની સાથે સારું વર્તન નહીં કરીએ.

હુથી સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, યમનના સના પર યુએસ હુમલામાં 24 નાગરિકો માર્યાં ગયા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, 15 માર્ચે, યુએસ સેન્ટ્રલ કમાન્ડે યુએસ હિતોનું રક્ષણ કરવા, વિરોધીઓને અટકાવવા અને નેવિગેશનની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવા માટે આ કાર્યવાહી કરી છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, સનાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે હુમલામાં હુતી વિદ્રોહી જૂથના ગઢમાં એક ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી. વિસ્ફોટ ખતરનાક હતા અને ભૂકંપની જેમ હચમચાવી નાખ્યો હતો. હુમલાથી મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch