વોશિંગ્ટન ડીસીઃ ઈરાન સાથે વાતચીતના દાવાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનમાં તેલ અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન તરત જ હોર્મુઝ ખોલી દે, નહીંં તો અમેરિકા તેના વીજ ઉત્પાદન મથકો, તેલના કુવાઓ અને ખર્ગ ટાપુને ઉડાવીને સંપૂર્ણપણે તબાહ કરી દેશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, અમેરિકા, ઈરાનમાં પોતાના સૈન્ય ઓપરેશન ખતમ કરવા માટે વાતચીત કરી રહ્યું છે. પરંતુ ઇરાન જો આ વાતચીત પર આગળ નથી વધવા માંગતુ તો અમે હુમલા વધારીશું.
ટ્રમ્પે આગળ લખ્યું કે, આ અમારા એ સૈનિકો અને અન્ય લોકોનો બદલો હશે, જેમને ઈરાને જૂના શાસનના 47 વર્ષના આતંક દરમિયાન નિર્દયતાથી માર્યા છે. બીજી તરફ, ઈરાને અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓના ઘરોને નિશાન બનાવવાની ધમકી આપી છે. ઈરાની સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફિકારીએ કહ્યું કે હવે આ આવાસને વ્યાજબી નિશાન ગણવામાં આવશે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ હથિયાર મેળવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે પરમાણુ અપ્રસાર સંધિમાં રહેવા અંગે વિચારણા કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈએ કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ઈચ્છતું ન હતું અને ન તો ક્યારેય એવો પ્રયત્ન કર્યો છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40