વોંશિગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે ફાર્મા સહિત અનેક ક્ષેત્રો પર ટેરિફની જાહેરાત કરી હતી. ફાર્મા પર 100 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ભારતીય શેરબજાર આજે દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 412.67 પોઈન્ટ ઘટીને 80,747.01 પર અને નિફ્ટી 115 પોઈન્ટ ઘટીને 24,776 પર છે. અમેરિકામાં નોંધપાત્ર રોકાણ ધરાવતા ફાર્મા શેરોમાં આજે ઘટાડો થયો.
ટ્રમ્પ ટેરિફની જાહેરાત બાદ અરવિંદો, લ્યુપિન, ડીઆરએલ, સન અને બાયોકોન સહિત પાંચ ભારતીય ફાર્મા શેરોમાં ભારે ઘટાડો થયો છે. અરવિંદો ફાર્મા આજે રૂ.1,076 પર 1.91 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. લ્યુપિનના શેર લગભગ 3 ટકા ઘટ્યાં, રૂ. 1918.60 પર ટ્રેડ થઈ રહ્યાં છે.
સન ફાર્માના શેર લગભગ 3.8 ટકા ઘટીને 1580 પર ટ્રેડ થઈ રહ્યાં છે. સિપ્લાના શેર 2 ટકા ઘટીને. સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ 6 ટકા ઘટ્યું, સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ 6 ટકા, નેટકો ફાર્મા 5 ટકા, બાયોકોન 4 ટકા, ગ્લેનફાર્મા 3.7 ટકા, ડિવિલેબ 3 ટકા, IPCA લેબ 2.5 ટકા અને ઝાયડસ લાઇફ 2 ટકા ઘટ્યા. મેનકાઇન્ડ ફાર્મા પણ 3.30 ટકા ઘટ્યો.
બીએસઈના ટોચના 30 શેરોમાં સન ફાર્મામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં 3.8 ટકાનો ઘટાડો થયો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સ સહિત 25 શેરોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો. બાકીના પાંચ શેરોમાં વધારો થયો છે.
આ ક્ષેત્રો ભારે દબાણ હેઠળ છે
ટેરિફની જાહેરાત પછી ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આજે સૌથી વધુ દબાણ અનુભવી રહ્યું છે. આ ક્ષેત્ર 1.80 ટકા ઘટ્યું છે. વધુમાં H-1B વિઝાને કારણે IT ક્ષેત્ર 1.30 ટકા અને આરોગ્યસંભાળ ક્ષેત્ર 1.50 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે.
88 શેર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યાં
3,073 બીએસઈ શેરોમાંથી, 864 શેરોમાં સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 2,062 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 147 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. શેરબજારના કડાકાને કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આજે BSE માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.454 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે ગઈકાલે તે રૂ. 457 લાખ કરોડ હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ લગભગ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
ઈરાન-અમેરિકા વચ્ચે મોટા યુદ્ધના ભણકારા: અમેરિકાની દરિયાઈ નાકાબંધી સામે ઈરાનની ખુલ્લી ચેતવણી | 2026-04-13 18:21:50
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
સંસદમાં ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, જેના માટે એક સૂચના જારી કરવામાં આવી | 2026-04-17 08:41:31