Tue,29 April 2025,1:21 am
Print
header

ટ્રમ્પે ભારત પર લાગુ કર્યો 26 ટકા ટેરિફ, જાણો કયા દેશ પર કેટલો લગાવ્યો ટેરિફ ? Gujara Post

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ટેરિફની જાહેરાત કરી, તેને મુક્તિ દિવસ ગણાવ્યો હતો.આ અમેરિકન ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક કહ્યો હતો. ભારત પર 26% ટેરિફ લાદવામાં આવશે, જ્યારે ચીન પર 34% ટેરિફ લાદવામાં આવશે. જે રીતે ટ્રમ્પ વિશ્વના તમામ દેશો પર ટેરિફ લાદી રહ્યાં છે, તેનાથી સમગ્ર વિશ્વમાં વેપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે.

વ્હાઇટ હાઉસ રોઝ ગાર્ડનમાં પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે, કંપનીઓ અમેરિકામાં તેમના ઉત્પાદનો બનાવશે, તેમ સ્થાનિક ઉત્પાદનમાં તેજી આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે યોગ્ય ટેરિફ વિના અમેરિકામાં કોઈપણ આયાતને મંજૂરી આપશે નહીં. એટલા માટે બધા દેશોએ થોડો કઠોર પ્રેમ સ્વીકારવો જોઈએ.

ટ્રમ્પે કહ્યું કે દાયકાઓથી આપણો દેશ નજીકના અને દૂરના દેશો, મિત્રો અને દુશ્મનો દ્વારા લૂંટાયો અને નાશ પામ્યો છે. સાથી દેશો ઘણીવાર તેમના દુશ્મનો કરતાં વેપારનો વધુ ઉપયોગ કરતા હતા. આ દિવસ અમેરિકન ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આ આપણી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા છે. આ સાથે, યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે દેશમાં નોકરીઓ અને કારખાનાઓ પાછા આવશે, સ્થાનિક ઔદ્યોગિક આધાર મજબૂત થશે, અને વિદેશી બજારોમાં પ્રવેશ સરળ બનશે, જેનાથી ગ્રાહકોને સસ્તા ભાવ મળશે.

ટ્રમ્પ આ પગલાને વૈશ્વિક વેપાર માટે સકારાત્મક ગણાવ્યું હતું. તેમણે કહ્યું, અમે ખૂબ જ દયાળુ છીએ, તેઓ અમારી પાસેથી જે ટેરિફ વસૂલ કરે છે તેના કરતાં અમે તેમની પાસેથી લગભગ અડધો ટેરિફ વસૂલ કરીશું. ટ્રમ્પે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પર નિશાન સાધ્યું. તેમણે એક ચાર્ટ બતાવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બેઇજિંગ યુએસ માલ પર 67 ટકા ટેરિફ લાદે છે, જેમાં ચલણની હેરાફેરીનો પણ સમાવેશ થાય છે. જવાબમાં, અમેરિકા હવે ચીન પાસેથી 34 ટકા કન્સેશનલ રેસિપ્રોસિપલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે કહ્યું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ આ કઠિન પ્રેમને સમજે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch