Thu,25 April 2024,4:10 am
Print
header

કેનેડાના નાગરિક માઈકલ સ્પાવરને ચીનમાં જાસૂસીના કેસમાં જેલમાં ધકેલવા પર જસ્ટિસ ટ્ર્ડો લાલચોળ

ટોરેન્ટોઃ ચીનમાં જાસૂસીના આરોપમાં કેનેડાના નાગરિક માઈકલ સ્પાવર તથા અન્ય એક કેનેડિયન નાગરિકની ઘરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જેને લઈને કેનેડાના પ્રધાનમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને ચીનના આ પગલાની ઝાટકણી કાઢી છે.

આલોચકોએ આ ઘટનાને ઈરાન પર વ્યાપારિક પ્રતિબંધોના સંભવિત ઉલ્લંઘનને લઈને 2018માં કેનેડામાં કરવામાં આવેલી ચીની અધિકારીની ધરપકડ બાદ બંધક રાજનીતિ ગણાવી હતી. ચીનમાં કેનેડાના રાજદૂત ડોમનિક બાર્ટને જણાવ્યું કે હું સ્પાવરને મળવા માટે જઈ રહ્યો છું. સ્પાવર મામલે ટૂંક સમયમાં ફેસલો આવી શકે છે.

ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સની સાથે કેનેડા પણ માનવાધિકાર, કોરોના અને પ્રાદેશિક દાવાને લઈ ઉઠેલા વિવાદને લઈને વ્યાપારિક બહિષ્કારનો ચીન સામનો કરી રહ્યું છે. જેને લઈને ચીન દ્વારા કેનેડાના પૂર્વ રાજદૂતને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યું હોવાનું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch