Mon,09 December 2024,11:45 am
Print
header

ચોટીલાના આપા ગીગાના ઓટલા પાસે ટ્રક-પિક અપ વાન વચ્ચે અકસ્માત, દેરાણી-જેઠાણી સહિત 4 લોકોનાં મોત

લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવારના સગા દેરાણી જેઠાણીનાં મોત

સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો પરિવાર

રાજકોટઃ ગુજરાતમાં રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ચોટીલા નજીક આવેલા આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પી.એમ અર્થે ખસેડ્યાં હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના હાઇવે દિવસે દિવસે લોહિયાળ બનતાં જાય છે. સતત અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સોમવારે ધોલેરા હાઇવે બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં ધંધુકા-ધોલેરા હાઇવે પર કાર ગુલાંટી મારી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસ ખાડામાં ખાબકી જતાં 5 લોકોને ઇજા પહોંચી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch