Fri,26 April 2024,4:43 am
Print
header

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીઃ ભાજપે 48 અને કોંગ્રેસે 17 ઉમેદવારો કર્યાં જાહેર- Gujarat Post

30 જાન્યુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ

કોંગ્રેસે ત્રિપુરા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર 

જિગ્નેશ મેવાણીનો સ્ટાર પ્રચારકોમાં સમાવેશ

નવી દિલ્હીઃ ભાજપે ત્રિપુરાની 48 વિધાનસભા બેઠકો તથા કોંગ્રેસે 17 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન માણિક સાહા ટાઉન બરડોવાલી બેઠક પરથી ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધનપત બેઠક પરથી ચૂંટણી લડશે.

કોંગ્રેસે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સુદિપ રોય બર્મન અગરતલાથી ચૂંટણી લડશે. ટાઉન બરડોવાલી બેઠક પરથી સીએમ માણિક સાહા સામે આશિષકુમાર સાહાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ યાદીમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલના સીએમ એસએસ સુખુ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, સચિન પાયલટ અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ કરાયો છે.

ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 2 માર્ચે પરિણામ જાહેર થશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. નામાંકનોની ચકાસણી 31 જાન્યુઆરીએ થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch