Fri,26 April 2024,4:50 am
Print
header

પાલનપુર હાઈવે પર 3 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં સનસનીખેજ મોત

બનાસકાંઠાઃ પાલનપુર-દાંતા હાઈવે પર થુરના પાટિયા નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થઇ ગયા છે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇકો સ્કોર્પિયો અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા 6 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા

અકસ્માતમાં એટલો ભયંકર હતો કે ત્રણેય કારના આગળના ભાગના ફૂર્ચેફૂર્ચા નીકળી ગયા હતા. અકસ્માતને પગલે રોડ બ્લોક થઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. 108 દ્વારા ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી. અકસ્માતને પગલે પોલીસને ટ્રાફિકને ડાયવર્ડ કરવાની ફરજ પડી હતી. ત્રણેય કાર વચ્ચે કેટલી જોરદાર ટક્કર થઈ હશે તેનો અંદર તસવીરો પરથી જ લગાવી શકાય છે. સ્કોર્પીયો અને ઇકો કારને અકસ્માતમાં મોટું નુકસાન થયું હતું. ઈકો કારના આગળના ટાયર નીકળી ગયા હતા સ્કોર્પીયો કારના બોનેટના ભાગના ફૂરચા નીકળી ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch