Guyuna Honours PM Modi: ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીએ જ્યોર્જ ટાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સલન્સથી સન્માનિત કર્યાં હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ગયાનાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈરફાન અલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. અમારા સંબંધો પ્રત્યેની તમારી ઊંડી પ્રતિબદ્ધતાનો આ જીવંત પુરાવો છે. જે આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે.
તેમણે કહ્યું કે ભારત અને ગયાના સંબંધો આપણા સહિયારા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ વ્યક્તિગત રીતે આ સંબંધોને અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે, તેમના નેતૃત્વમાં અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યાં છીએ.
MEA Spokesperson Randhir Jaiswal tweets, "Another feather in the cap for India! President Dr. Mohamed Irfaan Ali of Guyana conferred PM Narendra Modi with the highest national award of Guyana ‘The Order of Excellence’, for his exceptional service to the global community,… pic.twitter.com/ciUxnfe20w
— ANI (@ANI) November 21, 2024
અમારો સહયોગ સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત પણ દરેક ક્ષેત્રમાં ગયાના સાથે ખભે ખભા મિલાવીને ચાલવા તૈયાર છે. બે લોકશાહી તરીકે અમારો સહયોગ માત્ર દ્વિપક્ષીય સંબંધો માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ છે. અસંખ્ય નદીઓ, ધોધ અને સરોવરોથી આશીર્વાદિત ગયાનાને ઘણા પાણીની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે ગયાનાની નદીઓ અહીંના લોકોની સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે, તેવી જ રીતે ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી ભારતની મહાન નદીઓ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિની જન્મભૂમિ રહી છે. ભારત અને ગયાના વચ્ચે સમાનતાના ઘણા ઉદાહરણો છે, જે આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના કૌભાંડી ઝાલાની જામીન અરજી પર આજે સુનાવણી- Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોનાં મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાં, 30 હજાર ડોલરની માંગણી કરાઇ | 2024-12-09 09:22:10
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 27 લોકોનાં મોત, 100 ગુમ થયેલા લોકોની મળી રહી છે લાશો | 2024-11-30 09:10:06
ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, FBI એ તપાસ શરૂ કરી | 2024-11-28 08:35:45
ચક્રવાતી તોફાન ફેંગલ આ રાજ્યોમાં મચાવશે તબાહી, તમિલનાડુમાં રેડ એલર્ટ | 2024-11-28 08:20:36