Tue,23 April 2024,3:59 pm
Print
header

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ચાલુ નોકરીએ નહીં વાપરી શકે મોબાઇલ

સુરતઃ શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને લઇને શહેર પોલીસ કમિશનરે ચાલુ ફરજ પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે તે મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી હવે ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ અંગેની વિગતો મુજબ  સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પોલીસ માટે મોબાઈલને લઇને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે પોઇન્ટ ઉપરના કર્મચારીઓને ચાલુ નોકરીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં દેવામાં નહીં આવે.

પોલીસ કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથેની ક્રાઈમ કોન્ફરન્સમાં આપવામાં આવેલ સૂચનો મુજબ આજથી જ તમામ પોઇન્ટ ઇન્ચાર્જે પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસ સ્ટાફ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના રહેશે. જ્યારે ટ્રાફિક કર્મચારીઓની ફરજનો સમય પુરો થયા પછી મોબાઈલ પરત આપવાના રહેશે. સૂચના બાદ પણ જો કોઈની પાસે મોબાઇલ રહી ગયો હશે અને જમા કરાવવામાં નહીં આવ્યો હોય તો તેનો મોબાઇલ સુરત પોલીસ કમિશનર કચેરીમાં 7 દિવસ સુધી જમા કરી રાખવામાં આવશે. આ નવા નિયમનું પાલન શહેરના તમામ સર્કલ ઇન્ચાર્જ તથા સેમી સર્કલ ઇન્ચાર્જ પોઇન્ટ ચેકીંગ તથા સુપરવિઝન દરમિયાન આ સૂચનાનું પાલન થયેલ છે તેની ખાતરી કરવામાં પણ કરવામાં આવશે. વચ્ચેના પોઇન્ટ પર માત્ર એક જ ટીઆરબી અથવા પોલીસ હોય તો તેણે નજીકના પોઈન્ટ ઉપર મોબાઈલ જમા કરાવવાનો રહેશે.

આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરમાં હાલ બપોરે 3 વાગ્યા સુધી લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. જેને લીધે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. જેમાં પણ રાઉન્ડ દરમિયાન જોવા મળ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડ અને અન્ય સહાયક ટ્રાફિક જવાનો પોઇન્ટ પર ટ્રાફિક નિયમનને બદલે મોબાઇલ પર વાત કરતાં નજરે પડ્યા હતા. તેથી હવે આવા કોઇ પણ ટ્રાફિક કર્મચારી કે ટ્રાફિક બ્રિગેડના કર્મચારી ઓન ડ્યટી ફોન પર વાત કરતાં નજરે પડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે હુકમ કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch