ખેડાઃ ગુજરાત આજે ભારે વરસાદ અને પૂરની અસરોનો સામનો કરી રહ્યું છે. કુદરતે એવો પ્રકોપ વર્તાવ્યો કે જાણે જનજીવન થંભી ગયું હોય તેવું લાગે છે, છેલ્લા 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ બે દિવસના સમયગાળામાં જિલ્લાના ઉમરગામમાં લગભગ 57 ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં 48 કલાકમાં સરેરાશ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ જ સમયગાળા દરમિયાન નવસારી જિલ્લામાં પણ સરેરાશ 32 થી 35 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં વરસાદની ગતિવિધિ મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે.
અમદાવાદમાં શાળાઓ બંધ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં સરેરાશ 14 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાંથી 12 ઇંચથી વધુ વરસાદ તો માત્ર શહેરમાં જ નોંધાયો છે. દરમિયાન, છેલ્લા બે દિવસમાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, આજે અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
કાર ગટરમાં તણાઈ જતાં 4 લોકોનાં મોત
ભારે વરસાદને કારણે સર્જાયેલી તારાજી ખેડા જિલ્લામાં પણ જોવા મળી હતી. ખેડા- માતર હાઈવે પર મોતીપુરા નજીક એક કાર ગરનાળામાં ખાબકી હતી. અહેવાલો અનુસાર, અમદાવાદ તરફથી આવી રહેલી અર્ટિગા કાર માતર-ખેડા હાઈવે પરથી મોતીપુરા તરફ જઈ રહી હતી. તે સમયે મુસળધાર વરસાદ અને અંધારાને કારણે રસ્તા પર આવેલા ટર્ન પરથી કાર અચાનક પલટી મારી ગઈ હતી અને ગરનાળાના ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી. વાહનમાં 6 લોકો સવાર હતા. તેમાંથી 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. ગંભીર રીતે ઘાયલ થયેલા બે વ્યક્તિઓને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં જ ખેડાના એસડીએમ, માતરના મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ તમામ વ્યક્તિઓ અમદાવાદના રહેવાસી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માત બાદ કાર એક ગટરમાં પલટી ગઈ હતી અને પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
#WATCH | Gujarat: The NDRF team rescues 38 people in the Khakhwada area as rescue operations are underway at the Navsari district as part of flood relief.
— ANI (@ANI) July 24, 2026
(Source: NDRF) pic.twitter.com/9VpzmxZnDz
દુર્ઘટનામાં મૃત્યું પામેલા યુવકો
રાજ સંજયભાઈ રાઠોડ (ઉં.વ. 26, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)
બિરેન્દ્રસિંહ શેખાવત (ઉં.વ. 26, મૂળ રાજસ્થાન, હાલ રહે. CTM, અમદાવાદ)
મુસ્તકીમ રાજપૂત (ઉં.વ. 19, રહે. રખિયાલ, અમદાવાદ)
મયુરભાઈ મહેશભાઈ પંચાલ (ઉં.વ. 34, રહે. ન્યુ મણિનગર, અમદાવાદ)
સારવાર હેઠળના ઈજાગ્રસ્તો
ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગીલ (ઉં.વ. 38, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)
મુકેશભાઈ ચૌહાણ (ઉં.વ. 32, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)
વલસાડમાં પૂરના પાણીમાં ફસાઈ બસ
વલસાડમાં એક લક્ઝરી બસ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં સવાર 35 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતા. આ ઘટના અંભેટી-કોપરલી રોડ પર બની હતી, જ્યાં વધતા જતા પૂરના પાણીમાં લક્ઝરી બસ ડૂબવા લાગતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્રની મદદથી બસમાં ફસાયેલા તમામ 35 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વલસાડના ઉમરગામ તાલુકામાં સંજાન-હમરાણને જોડતો પુલ ધરાશાયી થતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે જિલ્લા કલેક્ટરે વલસાડમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ નુકસાનનો તાગ મેળવ્યો
વલસાડની સાથે સાથે નવસારી, સુરત અને તાપીમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પૂર રાહત કામગીરીના ભાગરૂપે નવસારી જિલ્લામાં બચાવ કામગીરી ચાલી રહી છે. NDRFની ટીમોએ ખાખાવડા વિસ્તારમાંથી 38 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ વણસી જતાં, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે નવસારી અને વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે તેઓ રસ્તા પર નીકળ્યાં હતા. તેમણે અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત પણ કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39