Wed,24 April 2024,9:18 am
Print
header

Tokyo Olympic: રેસલર રવિ દહિયાએ ફાઈનલમાં પ્રવેશ મેળવીને રચ્યો ઈતિહાસ, ભારતને ગોલ્ડ મળવાની આશા

ટોકયોઃ ઓલિમ્પિક 2020માં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી  છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છે.

રવિ કુમાર દહિયાએ બુધવારે સવારે જ 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયાએ 86 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીતીને પ્રવેશ કર્યો હતો. રવિ દહિયાએ બલ્ગેરિયા સામેની મેચ 14- 4થી જીતી હતી, દિપકે છેલ્લી સેકન્ડે ચીનના શેનને 6-3થી હરાવ્યો હતો.રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે હતો અને તેમાં રવિ દહિયાએ 9-7થી જીત મેળવી છે. રવિ દહિયાએ સાનાયેવને પછાડીને જીત મેળવી હતી. છેલ્લી ઘડીએ પાસુ પલટીને મેચ જીતી લીધી હતી. હવે દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch