Thu,25 April 2024,6:11 pm
Print
header

ટોકયો પેરાલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ભારતે રચ્ચો ઈતિહાસ

ટોક્યોઃ પેરાલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે તે જ ઈવેન્ટમાં સિંઘરાજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ એક જ  ઈવેન્ટમાં ભારતે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.

19 વર્ષીય મનીષ નરવાલે પુરૂષની 30 મીટર  પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ  મેડલ મેળવ્યો હતો. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો છે. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યોમનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી. જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી હતી. મનીષ નરવાલે ભારતને ટોકિયો પેરાઓલ્મિપિકમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ આપાવ્યો છે.

ભારતીય એથલેટે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતતા જ તેમના વતનમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને મિત્રોએ એકબીજાનું મોંં મીઠું કરી વિજયને વધાવ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch