ટોક્યોઃ પેરાલિમ્પિકમાં જન્માષ્ટમીનો દિવસ ભારત માટે શુકનવંતો સાબિત થયો છે. જયપુરની અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તેની આ સિદ્ધી બદલ પીએમ મોદીએ અભિનંદન આપ્યા છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું, તમારું પ્રદર્શન શાનદાર છે. દેશ તમારા પર ગર્વ અનુભવે છે.
19 વર્ષની શૂટરે મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણીએ 249.6નો સ્કોર કર્યો અને ટોપ કર્યું. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.
PM Narendra Modi congratulates Yogesh Kathuniya on winning a Silver medal at #Paralympics pic.twitter.com/L7CB0hI27V
— ANI (@ANI) August 30, 2021
જયપુરની અવનીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટર વચ્ચે સાતમા સ્થાને રહીને આ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.તેણે 60 શ્રેણીમાં છ શોટ બાદ 621.7નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો.આ ભારતીય શૂટરે શરૂઆતથી અંત સુધી સાતત્ય જાળવી રાખ્યું અને સતત 10 થી વધુ સ્કોર બનાવ્યાં. 626.0 ના પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડ સાથે ચીનના ઝાંગ કુઇપીંગ અને યુક્રેનની ઇરિયાના શેટનિક પ્રથમ બે સ્થાન મેળવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44