Wed,17 April 2024,1:04 am
Print
header

Tokyo Olympics: ભારતે પુરુષ હોકીમાં 41 વર્ષ બાદ જીત્યો મેડલ, PM મોદીએ કહી આ વાત

ટોક્યોઃ ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જર્મનીને 5-4ના અંતરથી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ જીત્યો છે. ભારત તરફથી સિમરનજીતસિંહ 2, હરમનપ્રીતસિંહ, રૂપિંદર પાલસિંહ અને હાર્દિકસિંહે એક-એક ગોલ કર્યો હતો.

ભારતની જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આજનો દિવસ દરેક ભારતીય માટે ઐતિહાસિક છે. પુરુષ હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અંભિનંદન. તેમની આ સિદ્ધિ પર સમગ્ર રાષ્ટ્રને ગૌરવ છે, ખાસ કરીને યુવાઓને. આપણી હોકી ટીમ પર ભારતને ગૌરવ છે.

આ પહેલા ભારતે હોકીમાં ઓલિમ્પિકમાં અંતિમ મેડલ વાસુદેવન ભાસ્કરનની કેપ્ટનશિપમાં 1980માં જીત્યો હતો.તે સમયે મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.જે બાદ સૌથી સારું પ્રદર્શન 1984ની લોસ એંજેલોસ ઓલિમ્પિકમાં હતું. તે સમયે ભારતીય ટીમ પાંચમા સ્થાને રહી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch