Tue,23 April 2024,2:33 pm
Print
header

Tokyo Olympics: મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી, PM મોદીએ કહ્યું- ન્યૂ ઈન્ડિયાની આ ટીમ પર ગર્વ છે

ટોક્યોઃ ઓલિમ્પિક્સમાં ભારતની મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ જીતવાથી વંચિત રહી ગઈ છે તેમ છતાં ઈતિહાસ સર્જ્યો હતો. મહિલા હોકીની બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું હતુ ભારતીય મહિલા ટીમે કઠિન મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજા ક્વાર્ટરમાં 3-2ની લીડ મેળવી હતી. જો કે ટીમ આ લીડ જાળવી શકી ન હતી અને બ્રિટને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 15 મિનિટની અંદર 2 ગોલ કરીને મેચ 4-3થી જીતી લીધી.

ટીમ ઈન્ડિયાએ આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું, પ્રથમ વખત સેમીફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારતની હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ મહિલા ટીમના સારા દેખાવની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, આપણે મહિલા હોકીમાં એક મેડલથી ચૂકી ગયા પરંતુ આ ટીમ ન્યૂ ઈન્ડિયાની ભાવનાને દર્શાવે છે. જ્યાં આપણે સર્વશ્રેષ્ઠ આપીએ છીએ અને નવા વિક્રમ બનાવીએ છીએ. મહત્વપૂર્ણ વાત એ છે કે ઓલિમ્પિક ટીમની સફળતાથી ભારતની યુવા દીકરીઓ હોકી રમવા પ્રેરિત થશે.આ ટીમ પર ગર્વ છે.

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું આપણી મહિલા હોકી ટીમનું શાનદાર પ્રદર્શન કાયમ યાદ રહેશે તેમણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટીમના દરેક સભ્યને સાહસ, કૌશલ્ય, લચીલાપણાના આશીર્વાદ છે. ભારતને આ શાનદાર ટીમ પર ગર્વ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch