નવી દિલ્હીઃ આજે વહેલી સવારે દિલ્હી- એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. મંગળવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ સાથે વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 20 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી અમલમાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 7 અને 8 એપ્રિલના રોજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન 40-50 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.
20 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, 7 એપ્રિલે હિમાચલ પ્રદેશ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઓડિશામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
8 એપ્રિલ માટે હવામાન આગાહી
7 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડ માટે ભારે વરસાદની આગાહી કરાઇ છે.
8 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશ માટે ભારે વરસાદની આગાહી કરાઇ છે.
7, 8 અને 9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને ઓડિશામાં વરસાદની આગાહી છે.
7 અને 8 એપ્રિલના રોજ દિલ્હી-એનસીઆરમાં 30- 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન બે થી ત્રણ વખત વરસાદ પડી શકે છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી રાજસ્થાનમાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની સંભાવના છે.
7 થી 9 એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે પવન અને વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40