Sat,20 April 2024,5:15 am
Print
header

સુરતઃ માંગરોળના મોટા બોરસરા ગામે ગણપતિ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો નદીમાં ડૂબ્યાં

સુરતઃ માંગરોલ તાલુકાના બોરસરા ગામે કીમ નદીના પુલ પર ગણેશ વિસર્જન માટે આવેલા કીમની પંચવટી સોસાયટીના 3 વ્યક્તિ પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મોડી રાત્રે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા રાહુલ ઠાકરે (26 વર્ષ), રોહિત દિગમ્બર (18 વર્ષ), ઋષિકેશ દિગમ્બર (13 વર્ષ) ગણપતિ સ્થાપનાનો પહેલો દિવસ પૂરો થતાં  પ્રતિમાના વિસર્જન માટે કીમ નદી પર પહોંચ્યા હતા અને માંગરોળ તાલુકાના બોરસરા ગામે કીમ બોરસરા વચ્ચે આવેલા નદીના પુલ પાસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતી વેળાએ ઉપરોક્ત ત્રણ વ્યક્તિમાંથી એકનો પગ લપસી જતા નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેને બચવા બાકીના બે વ્યક્તિ પણ નદીમાં પડ્યા હતા જોતજોતામાં ત્રણે વ્યક્તિ નદીમાં ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ થતાં સુરત ઉપરાંત કોસંબા અને અન્ય એક ખાનગી કંપનીનું ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે,કોસંબા પીઆઇ બી.કે.ખાચર સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે, સ્થાનિક ગ્રામજનો સ્થળ ઉપર પહોંચ્યાં છે અને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch