Wed,18 February 2026,11:58 am
Print
header

ગોંડલ- આટકોટ રોડ પર કાર અકસ્માતમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા, પુલ પરથી કાર નીચે ખાબકતાં લાગી ભીષણ આગ

  • Published By panna patel
  • 2026-01-30 09:51:42
  • /

રાજકોટઃ ગોંડલ-આટકોટ હાઈવે પર વહેલી સવારે મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત 3 લોકોનાં મોત થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથધરી છે.

ગોંડલ-આટકોટ હાઈવે પર મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 9 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ લાગી હતી. તેમાં સવાર 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કાર પુલ પરથી નીચે પટકાતા તેમાં આગ લાગી હતી. 

કારમાં સવાર લોકોના માત્ર હાડપિંજર મળી આવ્યા છે. પોલીસે હાલ કાર નંબર અને એન્જિન નંબર પરથી મૃતકોની ઓળખ પ્રક્રિયા હાથધરી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch