Wed,18 February 2026,10:55 am
Print
header

અમદાવાદની સંત કબીર સહિત 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યાં

  • Published By panna patel
  • 2026-01-23 09:30:53
  • /

અમદાવાદઃ શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચ, DPS સહિત અન્ય 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફફડાટ ફેલાઇ ગયો  છે. પોલીસ હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરી રહી છે. 

અમદાવાદની જાણીતી સંતકબીર સ્કૂલની 3 બ્રાન્ચ, સેન્ટ ઝેવિયર્સ, કેલોરેક્ષ ઘાટલોડિયા, ડીપીએસ બોપલ, સ્વયંમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. વાલીઓ બાળકોને લેવા સ્કૂલે પહોંચી ગયા છે. પોલીસ હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરી રહી છે.

ધમકીભર્યા મેલમાં મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો નો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ  કહ્યું કે 26 મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલનો ઉડાવી દઇશું જેવી ધમકી મળી છે.

નોંધનીય છે કે એક મહિના અગાઉ અમદાવાદ, ગાંધીનગર અને કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch