Tue,29 April 2025,12:24 am
Print
header

વડોદરામાં દારૂ પીને બેદરકારીથી કાર ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, 10 વાહનોને મારી ટક્કર

વડોદરાઃ લોકો હજુ રક્ષિત અકસ્માતની ઘટના ભૂલી શક્યા નથી. ત્યારે દારૂ પીને વાહન ચલાવવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક દારૂ પીધેલા વાહનચાલકે એક સાથે 10 વાહનોને ટક્કર મારીને હંગામો મચાવ્યો હતો. ખોડિયાર નગર ચોકડીથી એસઆર પેટ્રોલ પંપ તરફ જતી વખતે, બળીયાદેવ મંદિરની સામે એક કાર ચાલકે એક સાથે 10 વાહનોને ટક્કર મારી હતી.આ ભયાનક ઘટના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પિંકી સોનીના ઘરની બહાર બની હતી. કોંગ્રેસ નેતા હેરી ઓડે આ અકસ્માત અંગે માહિતી આપી છે.

શરૂઆતમાં એવું જાણવા મળ્યું કે મારુતિ બ્રેઝાના પાછળના ભાગમાં ડૉક્ટરનો લોગો પણ હતો, અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક કાર આગળ વધતી વાહનોને ટક્કર મારતી અને રાહદારીઓને કચડી નાખતી જોવા મળી રહી છે.

ઘટના બાદ લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ કાર ચાલકને માર માર્યો હતો અને બાદમાં તેને પોલીસને સોંપી દીધો હતો. પૂછપરછ દરમિયાન કાર ચાલકે પોતાનું નામ નિતેશ રમેશભાઈ બારિયા જણાવ્યું હતું, જે નર્મદા જિલ્લાના તિલકવાડાનો રહેવાસી છે.

આ પહેલા 13 માર્ચની રાત્રે વડોદરાના પોશ કારેલીબાગ વિસ્તારમાં કાળા રંગની ફોક્સવેગન વર્ચસ કારે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રન કેસમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 અન્ય લોકો ઘાયલ થયા હતા. કાર રક્ષિત ચૌરસિયા ચલાવી રહ્યો હતો અને તેનો મિત્ર પ્રાંશુ તેની સાથે હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા વિકાસે જણાવ્યું કે રક્ષિત ચૌરસિયા નશામાં હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch