Wed,17 April 2024,12:32 am
Print
header

ઘણાં કામનો છે આ ચાર્જિંગ કેબલ, ફોનની પાસે લઇ જતાં જાતે જ થઇ જાય છે કનેક્ટ, કિંમત ફક્ત રૂ.250

નવી દિલ્હીઃ ચાલતી કારમાં જો તમારો ફોન ડિસ્ચાર્જ થઇ જાય તો તેને ચાર્જર સાથે કનેક્ટ કરવા માટે તમારે બાજુની વ્યક્તિને કહેવું પડશે કે પછી કાર પાર્ક કરીને કે સ્પીડ સ્લો કરીને કામ કરવું પડશે.જો કે આવું કરવું જોખમી છે કારણ કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. બજારમાં મોટાભાગના ચાર્જિંગ કેબલ ફોન સાથે કનેક્ટ કરવા માટે તમારે બન્ને હાથોનો ઉપયોગ કરવો જ પડશે કારણ કે એક હાથથી કામ કરવું મુશ્કેલ હોય છે. પરંતુ હવે આ સમસ્યાથી છૂટકારો અપાવશે મેગ્નેટિક (ચુંબકિય) ચાર્જિંગ કેબલ. આ કેબલને ફોનની પાસે લઇ જતાં તે પોતાની મેળે જ કનેક્ટ થઇ જશે અને ચાર્જિંગ શરૂ થઇ જશે. 

શું છે મેગ્નેટિક ચાર્જિંગ કેબલ ?

મેગ્નેટિક ચાર્જિંગ કેબલનું બીજુ કનેક્ટર રાઉન્ડ શેપનું હોય છે, તેમાં ફક્ત મેગ્નેટ જ નહીં પરંતુ એલઇડી પણ હોય છે. જોવામાં તે નોર્મલ ચાર્જિંગ કેબલ જેવું જ લાગે છે, અંતર ફક્ત કનેક્ટરનું છે. સામાન્ય ચાર્જિંગ કેબલમાં બે કનેક્ટર હોય છે. પહેલું જે એડૉપ્ટર કે કાર ચાર્જરથી કનેક્ટ હોય છે અને બીજું જે ફોનના ચાર્જિંગ પોઇન્ટ સાથે કનેક્ટ હોય છે. મેગ્નેટિક ચાર્જિંગ કેબલનું બીજું કનેક્ટર થોડું અલગ હોય છે. આ રાઉન્ડ શેપનું હોય છે તેમાં ફક્ત મેગ્નેટ લાગેલી હોય છે. આ સાથે ત્રણ અલગ-અલગ પ્રકારના કનેક્ટર (મીની યુએસબી/ટાઇપ સી/માઇક્રો) મળે છે.

કેવી રીતે કામ કરે છે આ મેગ્નેટિક ચાર્જિંગ કેબલ

આની સાથે ત્રણ અલગ-અલગ પ્રકારના કનેક્ટર (મીની યુએસબી/ટાઇપ સી/માઇક્રો) મળે છે. હવે ફોનના ચાર્જિંગ પોર્ટના હિસાબે આ કનેક્ટરને પોતાના ફોનમાં લગાવી શકો છો. હવે મેગ્નેટિક કેબલના યૂએસબી કનેક્ટરને કાર ચાર્જર, લેપટોપ, પાવર બેન્ક કે મોબાઇલ એડૉપ્ટર સાથે કનેક્ટર કરવાનું હોય છે. કેબલનો બીજો હેડ જે રાઉન્ડ શેપનો હોય છે (આ હેડમાં મેગ્નેટ અને એલઇડી લાઇટ લાગેલી હોય છે) તો ફોનમાં લાગેલા કનેક્ટરની પાસે લાવવું પડશે. જેવું પાસે જશે હેડ પોતાની જાતે ફોનમાં લાગેલા કનેક્ટર પર ફિટ થઇ જશે અને ચાર્જિંગ શરૂ થઇ જશે. 

આની પકડ એટલી મજબૂત હોય છે કે જો ફોન કોઇ માઉન્ટ પર પણ લાગેલો હશે તો પણ કેબલ નીચે નહીં પડે. ખાસ વાત એ છે કે આખી પ્રોસેસ તમે ગાડી રોક્યા વગર એક હાથથી કરી શકશો. આના માટે તમારે કોઇની ઉપર નિર્ભર નહીં રહેવું પડે.આનાથી ફક્ત ફોન જ નહીં પરંતુ તમામ પ્રકારના ગેઝેટ ચાર્જ કરી શકાય છે, જેમાં આઇફોન/ટાઇપ-સી/માઇક્રો ચાર્જિંગ પોર્ટ મળતા હોય. મેગ્નેટિક ચાર્જિંગ કેબલની કિંમત ઇ-કોમર્સ સાઇટ્સ પર ઘણી રેન્જ ઉપલબ્ધ છે. અનેક બ્રાન્ડસ અને મૉડલ ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ પર 221 રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળી જશે. બ્રાન્ડ અને ક્વોલિટીના હિસાબે કિંમત વધુ કે ઓછી હોઇ શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar