Fri,28 March 2025,1:18 am
Print
header

રિલેશનશિપ, બ્લેકમેઇલિંગ અને પછી હત્યા...કોંગ્રેસના મહિલા નેતા હિમાનીના હત્યારા વિશે થયા આ ખુલાસા

હરિયાણાઃ રોહતકમાં કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ લાશને સૂટકેસમાં નાખીને ફેંકી દેવામાં આવી હતી. સોમવારે પોલીસે હત્યાના કેસમાં એક યુવકની ધરપકડ કરી હતી. જેની ઓળખ સચિન તરીકે થઈ છે. આરોપી બહાદુરગઢનો રહેવાસી છે. જે સૂટકેસમાં હિમાનીનો મૃતદેહ મળ્યો હતો તે પણ હિમાનીના ઘરની હતી. હત્યારો હિમાનીને જાણીતો છે. આરોપી પાસેથી હિમાનીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. CIAની ટીમે તેની દિલ્હીથી ધરપકડ કરી છે.

આરોપીએ સંબંધ હોવાનો દાવો કર્યો હતો

આરોપીએ દાવો કર્યો છે કે તે હિમાની સાથે સંબંધમાં હતો અને તે તેને બ્લેકમેલ કરતી હતી. તેને લાખો રૂપિયાની ઉચાપત પણ કરી હતી.  સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ હત્યાનું સાચું કારણ જાણી શકાશે.  

કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ લાશને સૂટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવી હતી. આ હત્યા દેશમાં ચર્ચાનો વિષય બની છે. હિમાની માતાએ તેના પર હત્યા કરીને લાશ ફેંકી દેવાનો આરોપ લગાવ્યો હતો. હિમાની નરવાલ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલી હતી. તે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો પણ ભાગ રહી ચુકી છે. તે રોહતકમાં આ યાત્રામાં જોડાઈ અને શ્રીનગર સુધી સાથે રહી હતી. ભારત જોડો યાત્રા દરમિયાન હિમાનીનો રાહુલ ગાંધી સાથેનો ફોટો પણ વાયરલ થયો હતો.

હિમાનીના ભાઈ જતીને કહ્યું કે, અમને ન્યાય મળશે

હિમાની નરવાલના ભાઈ જતિને કહ્યું, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હવે અમે હિમાનીના અંતિમ સંસ્કાર કરીશું. મીડિયામાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમને ન્યાય મળશે. મને હજુ પણ ખબર નથી કે આરોપી કોણ છે, પોલીસે અમને કોઈ માહિતી આપી નથી. અમે આરોપીઓને ફાંસીની સજા ઈચ્છીએ છીએ.

હિમાનીની માતાએ હત્યા કેસ પર આ નિવેદન આપ્યું છે

હત્યા કેસમાં હિમાની નરવાલની માતાનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું, મને ખાતરી છે કે આરોપી કોઈ જાણીતો વ્યક્તિ છે,  કોઈ પક્ષનો અથવા તેની કૉલેજનો કોઈ અથવા અમારા કોઈ સંબંધી છે. માત્ર તેઓ જ ઘરે આવી શકે છે. મને ખાતરી છે કે કોઈએ તેની સાથે કંઈક કરવાનો પ્રયાસ કર્યો, અને તેને પ્રતિકાર કર્યો, જેના કારણે આ બન્યું છે. તેણે કશું ખોટું સહન કર્યું નહીં. હું આરોપીઓને ફાંસીની સજા ઈચ્છું છું. સરકાર તરફથી હજુ સુધી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch