Fri,19 April 2024,7:30 am
Print
header

કોરોનાકાળમાં પણ 5 ગુજરાતી કંપનીઓનું માર્કેટ કેપ 50 હજાર કરોડને પાર

અમદાવાદઃ કોરોનાકાળમાં પણ ગુજરાતી કંપનીઓએ પ્રગતિ કરી છે. પાંચ ગુજરાતી કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 50 હજાર કરોડને પાર થઈ ગયું છે.કંપનીઓમાં રોકાણ કરનારાં રોકાણકારો માલામાલ થઈ ગયા છે. શુક્રવારે ગુજરાત ગેસ લિમિટેડની માર્કેટ કેપ 50 હજાર કરોડને પાર થઈ હતી. જે 2021માં આ સીમાચિહ્ન હાંસલ કરનારી પાંચમી ગુજરાતી કંપની બની હતી.

બીએસઈના આંકડા મુજબ 31 ડિસેમ્બરના રોજ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની માર્કેટ કેપ 48,138 કરોડ હતી.જે 23 જુલાઈ, 2021ના રોજ 1,05,714 કરોડ પહોંચી છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડની માર્કેટ કેપ 31 ડિસેમ્બરના રોજ 41,232 કરોડથી વધીને 23 જુલાઈ, 2021નાં રોજ 96,459 કરોડ પર પહોંચી છે. ઝાયડસની માર્કેટ કેપ 31 ડિસેમ્બર, 2020ના રોજ 48,761 કરોડ હતી. જે 23 જુલાઈએ 62,965 પર પહોંચી છે. ટોરેન્ટ ફાર્માની માર્કેટ કેપ 31 ડિસેમ્બર, 2020ના રોજ 47,394 કરોડ હતી, જે 23 જુલાઈ, 2021નાં રોજ 51,509 કરોડ પહોંચી છે. ગુજરાત ગેસની માર્કેટ કેપ 31 ડિસેમ્બર, 2020ના રોજ 25,928 કરોડ હતી, જે 23 જુલાઈ 2021ના રોજ 50,290 કરોડ પર પહોંચી છે.

આ પહેલા 50 હજાર કરોડની ક્લબમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટે અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ હતી. ચાલુ વર્ષે આ સંખ્યા વધીને બમણી થઈ છે. આ વર્ષે ઝાયડસ અને ટોરેન્ટ ફાર્માને બાદ કરતાં ત્રણેય કંપનીની માર્કેટ કેપ બમણી થઈ ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch