Wed,24 April 2024,12:23 pm
Print
header

ટ્રમ્પની ચિંતા વચ્ચે વ્હાઈટ હાઉસનું નિવેદન, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બરે જ યોજાશે

વોશિંગ્ટનઃ અમેરિકાના વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે એક ઈન્ટરવ્યૂંમાં કહ્યું છે કે, અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને તેમાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ જીતશે. પરંતુ જો 100% મતદાન પોસ્ટલ વોટથી કરવામાં આવશે તો પરિણામોમાં વિલંબની શક્યતા રહેલી છે. આથી પરિણામો સમયસર મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ગત ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણી જ મુલતવી રાખવા કહ્યું હતું. તેમણે આશંકા કરી હતી કે, ચૂંટણીમાં જો પોસ્ટલ વોટથી વોટીંગ થશે તો તેમાં ગરબડ થઈ શકે છે. તેમના આ નિવેદનથી ચારેબાજુ ટ્રમ્પની ટીકા થઇ રહી છે. તેમના આ નિવેદનનો ડેમોક્રેટિક પક્ષની સાથે-સાથે તેમના જ પક્ષના કેટલાક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ પછી ટ્રમ્પે પોતાનો બચાવ કરતાં કહેલું કે તેઓ ચૂંટણી મુલતવી રાખવા નથી માંગતા, માત્ર ફેક મતોથી બચવા માંગે છે. 

જોકે ટ્રમ્પનો આ યુ-ટર્ન તેમના ટીકાકારોનાં ગળે ઉતરતો નથી માર્ક મીડોઝે આપેલા ઈન્ટરવ્યૂંમાં ટ્રમ્પે ઉઠાવેલા પોસ્ટલ વોટ મુદ્દે ઘણી વાત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પે ફક્ત પોસ્ટલ વોટને લઈને તેમની ચિંતા લોકો સમક્ષ રાખી હતી. પરંતુ ટ્રમ્પ માને છે કે દેશમાં ચૂંટણીઓ સમયસર થવી જોઇએ.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch