ખેડૂતોના આંદોલન સામે સરકારે ઝુકવું પડ્યું
રાજ્ય સરકારની મોટી જાહેરાત
ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના થશે, ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર આ કમિટીમાં હશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત રજૂઆતોને કારણે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં રાખીને હવે જંત્રીના દરને બદલે જમીનના વર્તમાન બજારભાવના આધારે વળતર ચૂકવવામાં આવશે. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે 10-15 દિવસમાં નિર્ણય લઈને ખેતરમાં વીજપોલ ઉભા કરવા પાછળ વીજપોલ પેટે ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરની રકમ નક્કિ કરશે.
નોંધનિય છે કે મોરબીના જેતપુરમાં ખેડૂતો સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠા છે. પોતાના ખેતરોમાં કંપનીઓના વીજ ટાવરને લઇને ખેડૂતો પરેશાન છે, તેમના પાકનું અને જમીનનું યોગ્ય વળતર ન મળતા તેઓ સરકાર સામે આંદોલનના માર્ગે છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ગુજરાતના GPS કેડરના આ 6 અધિકારીઓને IPS તરીકે પ્રમોશન મળ્યું | 2026-07-02 21:36:07
ST કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, એરિયર્સ પણ મળશે | 2026-06-30 17:37:30
સ્ટેટ GST ના ચીફ કમિશનર તરીકે GMDCના MD રૂપવંત સિંઘની નિમણૂંક, આલોક કુમાર પાંડે બન્યાં આદિજાતી કમિશનર | 2026-06-17 19:23:42