Fri,28 March 2025,2:16 am
Print
header

સમાન નાગરિકતા ધારાનો કાયદો દેશહિતમાં, અમદાવાદમાં સીમા જાગરણ મંચે નાગરિકોને કર્યા જાગૃત

- UCC મહિલાઓના હકો છીનવવા માટે નહીં પણ મહિલાઓને હકો અપાવવા માટે છેઃ રીવાબા જાડેજા
- ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનવાળી સરકાર તમામ કાર્યો પૂર્ણ કરશેઃ રીવાબા જાડેજા
- વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને હક અપાવતા કાયદાની ચર્ચા કરવી અને તેના સકારાત્મક પાસાઓને લોકો સુધી લઇ જવા એ મહિલાઓનું સર્વોચ્ચ સન્માન છેઃ રીવાબા જાડેજા
- UCC દ્વારા દેશના પ્રત્યેક નાગરિકને સમાન રીતે જીવન જીવવાની તકો મળશે, તેથી આપણે સૌએ આ બિલને વધાવવું જોઈએ
- UCCના અમલથી ન્યાયતંત્રનો બોજ હળવો થશેઃ ડૉ. વિક્રમ દેસાઈ
- UCC એ બંધારણીય વચન છે, તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથીઃ ડૉ. વિક્રમ દેસાઈ
- સમાજમાંથી ગંદગી અને પીડા દૂર કરવા માટે UCCનો અમલ ખુબ જરૂરી છેઃ મુરલીધરજી

અમદાવાદઃ વર્તમાનમાં સૌ જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સમાન નાગરિક ધારો એટલે UCC લાગુ કરવા જઈ રહી છે. દેશના બે રાજ્યો ગોવા અને ઉત્તરાખંડ આ કાયદાનું અમલીકરણ કરી ચૂક્યા છે. ગુજરાતમાં પણ તેનો અમલ થવા જઇ રહ્યો છે. જો કે આ સંદર્ભમાં તેનો દુષ્પ્રચાર થઈ રહ્યો છે. રાષ્ટ્ર વિરોધી લોકો જોર શોરથી કાનૂનના નકારાત્મક પાસાઓ ઉપર ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યાં છે

ત્યારે ભારતમાં આંતરિક અને સરહદી સુરક્ષા માટે સતત કાર્યશીલ સંગઠન સીમા જાગરણ મંચ દ્વારા મહર્ષિ વેદવ્યાસ શૈક્ષણિક સંકુલ, ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતુુુ, સમાન નાગરિકતા ધારો શા માટે જરૂરી છે ? આ વિષય પર જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ભાષણ કર્યું હતુ, તેમણે જણાવ્યું કે સીમા જાગરણ મંચ દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે.

સમાજમાં લોકોને સમાન જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે તેનું રક્ષણ આપણા બંધારણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા ધર્મ પ્રમાણે પણ અમુક કાનૂન ચાલી રહ્યાં છે ત્યારે સૌને સમાન હક મળે તે માટે UCC ખૂબ જ જરૂરી છે. સીમા જાગરણ મંચ રાષ્ટ્રીય આંતરિક સુરક્ષા માટે પરોક્ષ રીતે બળ પૂરું પાડી રહ્યું છે. UCCથી દરેક નાગરિકને સમાન જીવન જીવવાની તકો મળશે. જેને આપણે સૌએ વધાવવું જોઈએ અને લોકો સુધી લઇ જવું જોઈએ. UCC મહિલાઓના હકો છીનવવા માટે નહીં પણ મહિલાઓને હકો અપાવવા માટે છે. 

કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિક્રમ દેસાઈએ પોતાના પ્રવચનમાં સમાન નાગરિક ધારાના તમામ પાસાઓ ઉપર વિસ્તારથી વાત કરી હતી તેમણે કહ્યું કે UCC એક બંધારણીય વચન છે. આર્ટીકલ-44 મુંશીથી મોદી સુધી જોડાયેલ છે. UCCનો મુસદ્દો તૈયાર કરનાર કનૈયાલાલ ગુજરાતી હતા અને UCCનો અમલ કરાવનાર મોદી પણ ગુજરાતી છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આપણા દેશને આઝાદી મળ્યાંના 75 વર્ષ કરતા વધુ સમય વિતવા છંતા આપણે હજુ સમાન નાગરિક સંહિતા માટે પ્રયાસો કરી રહ્યાં છીએ. દેશમાં UCC કાનૂન લાગુ ન હોવાથી સૌથી વધુ નુકસાન મહિલાઓનું થયું છે.

આ કાનૂનનો સૌથી વધુ પ્રભાવ મહિલાઓના જીવન પર પડશે, મહિલાઓનું શોષણ થતું અટકશે, મહિલાઓને છૂટાછેડા જેવી સ્થિતિમાં પતિની સંપતિમાં હક મળશે, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉમર સમગ્ર દેશમાં અને તમામ ધર્મોમાં એક સમાન બનશે. આટલા ક્રાંતિકારી પરીવર્તન આ કાયદાથી આવશે. આ સાથે તેમને વિવિધ ધર્મોના પર્સનલ લો અને તેની મર્યાદાઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. દેશના ન્યાયિતંત્રના કાર્ય ભારણમાં ઘટાડો થશે. લીવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નોંધણી ફરજીયાત બનશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોની જવાબદારી સુનિશ્ચિત થશે અને તેમને તેમના હકો આસાનીથી મળી રહેશે.

UCC કાનૂન બંધારણીય છે જે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી. સીમા જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક મુરલીધરજીએ પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિએ દેશની ઘોર ખોદી નાખી છે. ભારતીય માનવ સમાજની ગંદગી અને પીડા દૂર કરવા તેમજ સામાજિક સ્વચ્છતા માટે UCC જરૂરી છે. UCCના અમલથી ન્યાયપ્રક્રિયા સરળ બનશે, સમાજને અનુશાસિત બનાવવામાં પણ UCC મહત્વની ભૂમિકા ભજવશે, સમાજને સ્વસ્થ, રાષ્ટ્રને એકાત્મકતા અને સામાજિક પ્રગતિમાં પણ UCC મહત્વનો ભાગ ભજવશે.

સીમા જાગરણ મંચના અધ્યક્ષ ડૉ. જયંતીભાઈ ભાડેશીયાએ પણ ભાષણ આપ્યું હતુ, અને સમાજના મોટા વર્ગ સુધી આ વિષયને લઇ જવા આહ્લાન કર્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના સંયોજક જીવણભાઈ આહિર, ડો.દિલીપસિંહ સોઢા, પ્રાંત તથા મહાનગર કાર્યકારીણીના સભ્યો, શિક્ષકો, ડોક્ટરો, વકીલો અને મોટી સંખ્યામાં જાગૃત નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch