ડાયાબિટીસના દર્દીઓ સ્વસ્થ જીવનશૈલી જીવીને અને તેમના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને ઇન્સ્યુલિન વધારી શકે છે. સરગવાનો રસ ઇન્સ્યુલિન વધારવામાં અસરકારક રીતે કામ કરે છે. આ રસ સરગવાના પાંદડા અને તેની શીંગોમાંથી તૈયાર કરવામાં આવે છે.
સરગવાને મોરિંગા પણ કહેવામાં આવે છે. તે ડાયાબિટીસ માટે ખૂબ જ અસરકારક છે. સરગવાના પાન ખાવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. આ લીલો રસ તમારા શરીરમાં વધતી જતી બ્લડ શુગરને ઘટાડવામાં કારગર સાબિત થાય છે.
સરગવા જ્યુસ કેવી રીતે બનાવવો
સરગવાના પાન અને શીંગો બંનેમાંથી રસ તૈયાર કરી શકાય છે. જો તમે ઇચ્છો તો તમે ફક્ત તેની શીંગોમાંથી જ રસ બનાવી શકો છો. અમે તમને સરગવાની શીંગોમાંથી જ્યુસ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. આ માટે તમારે લગભગ 200 ગ્રામ શીંગો લેવી પડશે અને તેને ધોઈને સાફ કરવી પડશે.
હવે તેના નાના ટુકડા કરી લો. એક કડાઈમાં પાણી લઈ તેમાં શીંગો નાંખો અને ગેસ ચાલુ કરો. હવે તેને ઉકળવા દો. જ્યારે શીંગો બફાઇ જાય ત્યારે તેને મેશ કરો. હવે તેને ગાળીને બાકીના ઉકાળેલા પાણીમાં મિક્સ કરો. આ રીતે તમે થોડીવારમાં સરગવાની શીંગોનો રસ તૈયાર કરી શકો છો.
સરગવાનો રસ ડાયાબિટીસમાં ફાયદાકારક છે
ડાયાબિટીસના દર્દીઓએ આ જ્યુસ અવશ્ય પીવો. સરગવામાં કેલરી ઓછી હોય છે. તેમાં ભરપૂર વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય જરૂરી પોષક તત્વો મળી આવે છે. આ જ્યુસ પીવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સરગવાનો રસ વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. આ રસ ગ્લુકોઝ અસહિષ્ણુતા સુધારવા અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે. તેનો રસ શરીરમાં ઇન્સ્યુલિન વધારવામાં પણ કારગર સાબિત થાય છે. આ જ્યુસ પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ કારગર સાબિત થાય છે. સરગવાનો રસ કિડની માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
ગોળનો ટુકડો અનેક રોગોને મટાડે છે ! જાણો- કયા સમયે ખાવો વધુ ફાયદાકારક છે ? | 2025-01-22 09:47:02
Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યો Bigg Boss 18 નો વિજેતા, જીતી આટલી મોટી રકમ અને ટ્રોફી | 2025-01-20 09:35:53
જો તમે સવારે ઉઠતાની સાથે જ કબજિયાત, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાનો સામનો કરો છો, તો આ ઘરેલું ઉપાય અજમાવો, તમને તરત જ રાહત મળશે | 2025-01-19 09:48:19
ઘરગથ્થુ ઉપચારથી દાંતના રોગોમાંથી મેળવો છૂટકારો, મીનિટોમાં જ દર્દથી મળશે રાહત | 2025-01-18 12:42:59
સૈફ અલી ખાનની કેવી છે તબિયત ? શંકાસ્પદ હુમલાખોરની નવી તસવીર આવી સામે | 2025-01-18 10:43:39