Wed,16 September 2026,3:25 pm
Print
header

આનંદનિકેતન સ્કૂલમાં ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યાંનો મુદ્દો ગરમાયો, સ્કૂલ પર બીજા પણ લાગ્યા આરોપ

  • Published By panna patel
  • 2026-08-12 16:04:59
  • /

અમદાવાદ: શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં કાચનો ટુકડો નીકળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યાં છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને શાળાની કેન્ટીનમાં તપાસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદની અન્ય ખાનગી શાળાઓ કે, જે કેન્ટીન ચલાવે છે ત્યાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવાના આદેશ આપ્યાં છે.

આવી ઘટના શહેરની અન્ય શાળાઓમાં ન બને તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓ કે જ્યાં કેન્ટીન સેવા ઉપલબ્ધ છે. ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. 

વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, જે વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો નીકળ્યો હતો તેની મેડિકલ તપાસ બાદ ડોક્ટર દ્વારા એ કાચનો ટુકડો માંગવામાં આવતા શાળાના સંચાલકોએ ગેરવર્તન કર્યું હતું. શાળા દ્વારા વિદ્યાર્થિને મેડિકલ રિપોર્ટમાં તપાસ માટેની કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી. જેથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.

સ્કૂલ પણ અનેક પ્રકારના આરોપ લાગ્યા

આનંદનિકેતનમાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના કરાવવામાં આવતી નથી અને અન્ય ધર્મના પુસ્તકો ભણાવવા માટે ફરજ પાડવામાં આવે છે. નેશનલ એન્થમ પણ શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતું નથી, જેવી ફરિયાદો અને આક્ષેપો કરવામાં આવ્યાં છે. આખરે પોલીસે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓએ વાલીઓ સાથે બેઠક કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જો કે હજુ અનેક વાલીઓ સ્કૂલ તંત્ર સામે નારાજ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch