વોંશિગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને અમેરિકી ન્યાય વિભાગે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ પર હુમલા પાછળ ઈરાનનો હાથ હતો. ઈરાને ટ્રમ્પની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. મેનહટનની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદમાં આ આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડના એક અધિકારીએ સપ્ટેમ્બરમાં ભાડે રાખેલા શૂટરને ટ્રમ્પ પર નજર રાખવા અને તેમને મારવાની યોજના બનાવવાની સૂચના આપી હતી. ફરહાદ શાકેરી નામના વ્યક્તિને ટ્રમ્પની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે ઈરાન સરકારનો કર્મચારી હતો.
13 જુલાઈએ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું
ડોનાલ્ડ ટ્રમ્પ પર 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં તે સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પના કાનને અડીને એક ગોળી નીકળી હતી. આ ઘટનાના લગભગ 64 દિવસ બાદ ફરી એકવાર તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે ટ્રમ્પ ફ્લોરિડામાં પામ બીચ કાઉન્ટીના ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબમાં હાજર હતા.
ઈરાનમાં ટ્રમ્પની જીત પર ઠંડી પ્રતિક્રિયા
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઈરાને ખૂબ જ સંયમિત પ્રતિક્રિયા આપી હતી. ઈરાનના સત્તાવાર જવાબમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પની જીતની ઈરાન પર કોઈ અસર નહીં થાય. ઈરાનના રાષ્ટ્રપતિના પ્રવક્તા ફતેહ મોહજેરાનીનું કહેવું છે કે બંને દેશો વચ્ચેની મુખ્ય નીતિઓ નક્કી થઈ ચૂકી છે. કોઈ પણ વ્યક્તિ ઓફિસમાં આવે તો કંઈ બદલાશે નહીં. પરંતુ, તેમાં કોઈ શંકા નથી કે ઈરાન સરકાર ફુગાવાને અંકુશમાં લેવા અને ડૂબતા ચલણને બચાવવા માટે પગલાં લેવાનો આગ્રહ રાખશે.
ટ્રમ્પની પાર્ટીને 295 બેઠકો મળી
અમેરિકામાં ફરીથી ટ્રમ્પ સરકાર આવી રહી છે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. 5 નવેમ્બર ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીએ 538માંથી 295 બેઠકો જીતી હતી. આ બહુમતીના આંકડા 270 બેઠકો કરતાં ઘણા વધારે છે. કમલા હેરિસની પાર્ટીએ 224 સીટો જીતી છે. ટ્રમ્પે પેન્સિલવેનિયા સહિત તમામ 7 સ્વિંગ રાજ્યોમાં પણ જીત મેળવી છે. બીજા વિશ્વયુદ્ધ પછી, ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં છે જેમણે 4 વર્ષના લાંબા ગાળા પછી ફરીથી સત્તા પ્રાપ્ત કરી છે. ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના રોજ પદના શપથ લેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસનો અકસ્માત, બાળકો સહિત 45 ભારતીયોનાં મોત | 2025-11-17 11:47:24
દિલ્હી વિસ્ફોટ પર PM મોદીનું ભાષણ, કહ્યું, કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં | 2025-11-11 12:52:04
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં | 2025-11-10 11:01:20
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51