Thu,25 April 2024,1:44 pm
Print
header

અમેરિકાના ન્યૂયોર્કમાં એક દાયકા બાદ પ્રથમ વખત જોવા મળ્યો આ ખતરનાક વાયરસ – Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂયોર્કમાં લગભગ એક દાયકામાં પોલિયોનો પહેલો કેસ સામે આવ્યો છે. ન્યૂયોર્કના રોકલેન્ડ કાઉન્ટીમાં 10 વર્ષ પછી પોલિયોના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. સ્થાનિક અને રાજ્યના આરોગ્ય અધિકારીઓએ આ જાહેરાત કરી છે.

વોશિંગ્ટન પોસ્ટે આ કેસની તપાસ કરી રહેલા એક જાહેર આરોગ્ય અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે જૂન મહિનામાં એક 20 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલિયો એક વાયરલ રોગ છે જે ચેતાતંત્રને અસર કરી શકે છે, જે સ્નાયુઓની નબળાઇ તરફ દોરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં, તે લકવા અથવા મૃત્યુંમાં પરિણમી શકે છે.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવાયું, ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે રોકલેન્ડ કાઉન્ટીના એક રહેવાસીમાં પોલિયોના પુષ્ટિ થઈ છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે પોલિયોથી સંક્રમિત 95 ટકા લોકોમાં કોઈ લક્ષણો નથી, તેમ છતાં તેઓ વાયરસ ફેલાવી શકે છે.

રોકલેન્ડ કાઉન્ટીના હેલ્થ કમિશનર ડો. પેટ્રિશિયા સ્નાબેલ રુપર્ટે જણાવ્યું, અમે આ ઉભરતી જાહેર આરોગ્ય સમસ્યાને હલ કરવા માટે ન્યુયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સાથે મળીને કાઉન્ટીમાં રહેતા લોકોના આરોગ્ય અને સુખાકારીના રક્ષણ માટે નજીકથી નિરીક્ષણ કરી રહ્યાં છીએ અને પરિસ્થિતિ પર કામ કરી રહ્યાં છીએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch