ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ રવિવારે બંધ થઈ ગયું છે. આ સાથે ગાઝામાં ચાલી રહેલો વિનાશ અટકી ગયો છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવ્યાં છે અને તેઓ ઈઝરાયેલ પહોંચી ગયા છે. જે બંધકોને મુક્ત કરવામાં આવ્યાં છે તે તમામ મહિલાઓ છે. હવે કરાર હેઠળ, ઇઝરાયેલે 90 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા છે.
ઇઝરાયેલ દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના પેલેસ્ટાઈન કેદીઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલે આ યાદીમાં સામેલ તમામ લોકોને દેશની સુરક્ષા સાથે સંબંધિત ગુનાઓ માટે અટકાયતમાં લીધા હતા, જેમાં પથ્થર ફેંકવાથી લઈને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો સામેલ હતા.
અન્ય કેદીઓને ક્યારે મુક્ત કરવામાં આવશે ?
જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ રહે છે, તો કેદીઓની અદલાબદલીનો આગળનો તબક્કો 25 જાન્યુઆરીએ થશે, જે પહેલાથી નિર્ધારિત છે. આગામી વિનિમયમાં હમાસ 4 ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કરશે. આ પછી, ઇઝરાયેલ દરેક બંધકના બદલામાં 30-50 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે.
કરારની શરતો શું છે ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ 42 દિવસ સુધી ચાલી શકે છે. હમાસની શરત છે કે યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં ઇઝરાયેલની સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ તેના વિસ્તારમાં ખસી જશે. યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ ઈઝરાયેલ બદલામાં સેંકડો પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે. 15 દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ અંગે વાત કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
અમેરિકામાં બે સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી, એક મહિલા સાંસદ અને તેમના પતિનું મોત | 2025-06-15 07:52:19
ભયંકર યુદ્ધ... ઈરાને ઈઝરાયલ પર છોડી 150 મિસાઈલ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સની કાર્યવાહીમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખનું મોત - Gujarat Post | 2025-06-14 10:51:55
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48