US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વાર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ વેપારી જહાજો પર હુમલા બાદ, અમેરિકાએ સતત બીજી રાત્રે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ જણાવ્યું કે આ હુમલાઓનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવાનો અને ઈરાનની લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવાનો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કાર્યવાહી જહાજો પરના હુમલાઓનો બદલો છે.
ઈરાને અમેરિકાના હુમલાઓને આક્રમકતા ગણાવી છે અને કડક જવાબ આપવાની ચેતવણી આપી છે. બહેરીન અને કુવૈતમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા છે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ પર સ્થિત બંદર અબ્બાસ, બુશેહર, ચાબહાર, જસ્ક અને અબુ મુસા ટાપુ સહિત અનેક શહેરો અને સ્થળોએ વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા છે. ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામનેઇને તેમના વતન મશહદમાં દફનાવવામાં આવી રહ્યાં છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે અમેરિકાએ તેના તાજેતરના હુમલાઓમાં પૂર્વ ઈરાનમાં મશહદ તરફ જતા બે મુખ્ય પુલોને નિશાન બનાવીને નષ્ટ કર્યા છે. આ હુમલો દિવંગત સર્વોચ્ચ નેતાની અંતિમયાત્રામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ છે.
અમેરિકાની આ આક્રમક કાર્યવાહીનો જવાબ ચોક્કસપણે આપવામાં આવશે. IRGCએ દાવો કર્યો કે વળતી કાર્યવાહીના પ્રથમ તબક્કામાં, તેના નૌકાદળ અને એરોસ્પેસ દળે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોનનો સંયુક્ત હુમલો કર્યો.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કુવૈત અને બહેરીનમાં અમેરિકી લશ્કરી થાણાઓ પર મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવાનો દાવો કર્યો છે. IRGC એ આને અમેરિકાના પગલાંના જવાબમાં દંડાત્મક બદલાની કાર્યવાહીનો પ્રથમ તબક્કો ગણાવ્યો છે.
IRGC નો આરોપ છે કે અમેરિકાએ પોતાની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કર્યું છે અને ઈરાનના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ પૂર્વી ઈરાનમાં બે પુલ પર હુમલો કર્યો છે. આ પછી, નેવી અને એરોસ્પેસ ફોર્સે સંયુક્ત રીતે આ કાર્યવાહી શરૂ કરી.
કુવૈતમાં આરિફજાન અને અલી અલ સાલેમ તેમજ બહેરીનમાં જુફૈર અને શેખ ઈસા ખાતે આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. સાથે જ એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો અમેરિકા દ્વારા વધુ હુમલા કરવામાં આવશે, તો આ ક્ષેત્રમાં આવેલા અન્ય અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવશે.
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ઘાલીબાફે અમેરિકાને કડક ચેતવણી આપી છે. X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે, જો તમે હુમલો કરશો, તો તમારે વળતા જવાબનો સામનો કરવો પડશે. ધમકીઓ આપવી અને વચનો તોડવા હવે તેની કિંમત ચૂકવવી પડશે. હોર્મુઝનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં જહાજોની અવરજવર માત્ર ઈરાનની વ્યવસ્થા હેઠળ થશે, અમેરિકાની ધમકીઓના જવાબમાં નહીં. નિષ્ફળ પ્રયાસો ન કરો, અન્યથા તમે ઊંડી મુશ્કેલીમાં ફસાઇ જશો.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ યુનાઇટેડ સ્ટેટ્સ પર કરારની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન અને યુએસ વચ્ચેનો કરાર વિશ્વાસ પર થયો હતો.
યુએસએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગ અંગેના કરારનું ઉલ્લંઘન કર્યું છે અને ઈરાન પર હુમલા કરીને કરારના સમગ્ર માળખાને નબળી પાડ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગુનેગાર અને હત્યારા ગણાવતા તેમણે કહ્યું કે, ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતો અને સાર્વભૌમત્વના રક્ષણ માટે મક્કમ રહેશે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36