Israel- Iran war: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ હવે એક નવા વળાંક પર પહોંચી ગયું છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ખામેનીએ કહ્યું કે જે લોકો ઈરાનનો ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે ઈરાની રાષ્ટ્ર એવો દેશ નથી જે શરણાગતિ સ્વીકારે.
ઈરાન યુદ્ધવિરામના મૂડમાં નથી !
ખામેનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાત કહી છે. આ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન હાલમાં યુદ્ધવિરામના મૂડમાં નથી. તે ઈઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
Those who know the Iranian people and their history know that the Iranian nation isn’t a nation that surrenders.
— Khamenei.ir (@khamenei_ir) June 23, 2025
ટ્રમ્પે યુદ્ધવિરામ અંગે આ દાવો કર્યો હતો
અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મધ્ય પૂર્વમાં 12 કલાક માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યું છે. આ પછી યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દાવો કર્યો.
ટ્રમ્પે કહ્યું- ઈરાન અને ઈઝરાયેલ સંમત થયા
સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધવિરામ પર સંમત થયા છે. ટ્રમ્પની પોસ્ટ મુજબ ઈઝરાયેલ અને ઈરાન બંને 6 કલાકમાં પોતાનું મિશન પૂર્ણ કરશે. આ પછી 12 કલાક માટે યુદ્ધવિરામ રહેશે.
યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલી શક્યું હોત - ટ્રમ્પ
ટ્રમ્પના મતે ઈરાન પહેલા યુદ્ધવિરામ કરશે. ઈઝરાયલ 12 કલાક પછી યુદ્ધવિરામ કરશે અને 24 કલાક પછી 12 દિવસનું યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ઈઝરાયેલ અને ઈરાન તેમજ સમગ્ર વિશ્વને અભિનંદન આપ્યાે છે. પોતાની પોસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિએ લખ્યું કે આ યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલી શક્યું હોત, જેનાથી મધ્ય પૂર્વને મોટું નુકસાન થયું હોત, પરંતુ એવું થયું નહીં. જો કે બંને દેશો વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ જ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
તમે ભારતના પીએમ છો કે ચીનના રાષ્ટ્રપતિ..., નાટો ચીફની રશિયન તેલ ખરીદી પર 100% ટેરિફ લાદવાની આપી ધમકી | 2025-07-16 08:53:06
50 દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરો, નહીં તો 100 ટકા ટેરિફ લાદીશું, ટ્રમ્પે રશિયાને આપી ધમકી | 2025-07-15 06:20:02
ટ્રમ્પે રશિયા વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, અમેરિકા યુક્રેનમાં પેટ્રિઅટ મિસાઇલ મોકલશે | 2025-07-14 09:41:52
અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં ગોળીબારમાં બે મહિલાઓનાં મોત - Gujarat Post | 2025-07-14 09:25:01
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
AIIMS ભુવનેશ્વરમાં વિદ્યાર્થીની જિંદગીની લડાઈ હારી ગઈ, HOD દ્વારા જાતીય સતામણીથી કંટાળીને પોતાને આગ લગાવી હતી | 2025-07-15 08:36:56