Wed,16 September 2026,3:03 pm
Print
header

હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી

  • Published By
  • 2026-08-08 09:11:53
  • /

અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી ગૂંચવણને કારણે અટવાયેલી TET-1 વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયાને લઈને રાજ્યના હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના પ્રપોઝલને સ્વીકારીને ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટે લીલીઝંડી આપી દીધી છે.

આ મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત સરકારી વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે, TET 1ની પરીક્ષામાં કેટલાક ગેરલાયક ઠરેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા અટકી પડી હતી. જેથી  સરકારે વચગાળાનો માર્ગ કાઢ્યો છે.

સરકારની દરખાસ્ત મુજબ, હાઈકોર્ટમાં અરજી કરનાર 700થી વધુ અરજદાર ઉમેદવારોની જગ્યાઓ હાલ પૂરતી ખાલી (અનામત) રાખવામાં આવશે. આ જગ્યાઓને બાદ કરીને બાકીની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ત્વરિત ધોરણે પૂર્ણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ વિદ્યાસહાયકોની 11,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. હાઈકોર્ટના આ નિર્દેશ અને વચગાળાના માર્ગ બાદ હવે 700 થી વધુ અનામત રખાનારી સીટો સિવાય બાકીના 10,000 જેટલા વિદ્યાસહાયકોની નિમણૂંક કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch