Wed,15 July 2026,12:57 am
Print
header

BLA એ બલૂચિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો કર્યો, પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના 30 થી વધુ જવાનો માર્યા ગયા

  • Published By Panna Patel
  • 2026-07-04 09:11:08
  • /

બલૂકિસ્તાનઃ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ગ્વાદરના જીવાની વિસ્તારમાં આવેલા પનવાન ખાતે પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના કેમ્પ પર થયેલા ઘાતક આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. ધ બલૂકિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, અલગતાવાદી જૂથે દાવો કર્યો છે કે આ હુમલામાં 30 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

એક સત્તાવાર નિવેદનમાં, BLA પ્રવક્તા જીયાંદ બલોચે જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટથી કોસ્ટ ગાર્ડનો કિલ્લેબંધીવાળો સંસ્થાનવાદી શૈલીનો કેમ્પ કાટમાળમાં ફેરવાઇ ગયો હતો.

BLAની મીડિયા શાખા હક્કાલ દ્વારા 43 સેકન્ડની વીડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી. તેમાં વિસ્ફોટકોથી ભરેલો એક ટ્રક ભયાનક વિસ્ફોટના થોડા સમય પહેલાં જ કેમ્પના પરિષરમાં પ્રવેશતું જોવા મળે છે. ત્યાર બાદ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા ફૂટેજમાં જોવા મળ્યું હતું કે લશ્કરી મથકનો મોટો હિસ્સો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

BLAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હુમલા બાદ તરત જ, અમારા સંગઠનની મુખ્ય ટુકડી ફતેહ સ્ક્વોડ ઝડપથી અને વ્યવસ્થિત રીતે આગળ વધી અને તબાહ થયેલા કેમ્પ પર ચારે બાજુથી હુમલો કર્યો હતો.

બળવાખોરોનો દાવો છે કે ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ કોસ્ટ ગાર્ડના બાકીના જવાનો સાથે સીધો મુકાબલો કર્યો હતો. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન 30 થી વધુ જવાનો માર્યા ગયા હતા.

ઘાયલો અને કાટમાળ નીચે ફસાયેલા લોકોની ગંભીર સ્થિતિને જોતાં, દુશ્મન પક્ષે જાનહાનિનો આંકડો હજુ વધવાની શક્યતા છે. તે ટૂંક સમયમાં જ પોતાની અધિકૃત ચેનલો દ્વારા આ કાર્યવાહીની સંપૂર્ણ વિગતો જાહેર કરશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch