Sat,08 August 2026,10:28 pm
Print
header

ACB એ પોલીસ કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, દેશી દારુ મામલે લીધી હતી લાંચ

  • Published By dilip patel
  • 2026-08-05 08:53:40
  • /

અમદાવાદઃ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આરોપી ડી સ્ટાફના પોલીસ કર્મચારી મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇ એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીના કાકાના દિકરા અજયભાઇ દેશીદારુના વેચાણનો ધંધો કરે છે અને ફરિયાદી દેશીદારુ લઇ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પસાર થતા હતા. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી દેશીદારુ ભરેલી એક્ટીવા લઇ પસાર થવા માટે આરોપી તથા તેમની સાથેના બીજા બે પોલીસ કર્મચારીના માસિક હપ્તા પેટે રૂ.4000 લેખે ત્રણ પોલીસ કર્મચારીના કુલ રૂ.12,000 ની લાંચની માંગણી કરી હતી.

જેમાંથી 6,000 રૂપિયા આરોપી મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇને ફરીયાદીએ આપ્યાં હતા. બાકીના રૂ.6000 આપવાનો ફરીયાદીએ વાયદો કર્યો હતો. પરંતુ ફરીયાદી આ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી.પો.સ્ટે. ખાતે આવી ફરીયાદ આપી હતી. ફરીયાદીને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂ.6,000 સ્વીકારતા હાથીજણ સર્કલથી ખાત્રજ ગામ તરફ જતા જાહેર રોડ ઉપર, બડોદરા ગામ ચાર રસ્તા પાસે પર પકડાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી : આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી : એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ

ઇન્ચાર્જ અધિકારી : હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch