Wed,16 September 2026,2:58 pm
Print
header

થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા

  • Published By
  • 2026-08-07 14:02:00
  • /

થાઈલેન્ડની નોન્થાબુરી સ્કૂલમાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો

 ઘટના બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી

બેંગકોકઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોકની ઉત્તરે આવેલી એક હાઈસ્કૂલમાં ગોળીબારમાં પાંચ શિક્ષકોની હત્યા કરનાર શૂટરે તેના દાદા-દાદીની હત્યા કરી હતી. થાઈલેન્ડ સરકારે જણાવ્યું હતું કે ઘરમાં મૃતદેહો મળ્યાંં હતા.

થાઇલેન્ડના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે નવમા ધોરણમાં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીએ પહેલા તેના દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી, પછી થાઇલેન્ડના નોન્થાબુરી પ્રાંતમાં ડેબસિરિન સ્કૂલની નોન્થાબુરી શાખામાં ગયો અને પાંચ શિક્ષકોની હત્યા કરી. ત્યારબાદ કિશોરે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે કહ્યું કે કિશોર દ્વારા ઉપયોગમાં લેવાયેલી 9mm હેન્ડગન તેના દાદાની હતી, જો એક શિક્ષક હતા. સ્થાનિક સમય અનુસાર સવારે 10:00 વાગ્યે (03:00 GMT) ગોળીબાર થયાની જાણ થઈ હતી.

આ ઘટના ક્યાં બની ?

બેંગકોકના ઉત્તરમાં નોન્થાબુરી પ્રાંતના બાંગ ક્રુઇ જિલ્લામાં એક વ્યસ્ત હાઇવે પર સ્થિત દેબસિરીન નોન્થાબુરી શાળામાં ગોળીબાર થયો હતો. તે એક પ્રખ્યાત માધ્યમિક શાળા છે જેમાં આશરે 3,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા પર હુમલો કરતા પહેલા વિધાર્થીએ ઘરે તેના દાદા-દાદીની હત્યા કરી હતી. બાદમાં સ્કૂલમાં આવીને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

વિદ્યાર્થી સહિત 7 લોકોનાં મોતના થયા છે અને 15 ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. અધિકારીઓ તાત્કાલિક શાળા પરિષરમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. બાદમાં હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોર એક વિદ્યાર્થી હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch