Sat,20 April 2024,11:56 am
Print
header

રિપોર્ટઃ ડ્રોનનો હથિયારની જેમ ઉપયોગ કરી હથિયાર અને ડ્રગ્સની તસ્કરી કરવાની તૈયારીઓમાં આતંકીઓ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સરકાર સમર્થિત આતંકવાદીઓ અને ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ચીનમાં બનેલા ડ્રોનનો મોટાપાયે ઉપયોગ કરી રહી છે. તેના દ્વારા સરહદ પાર ભારતમાં હથિયારો અને ડ્રગ્સની તસ્કરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આતંકવાદીઓ તેનો  હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં આતંકવાદ વિરોધી અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું છે કે આતંકવાદી સમૂહ અને આઈએસઆઈ નાના પાયે હથિયારોની દાણચોરી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યાં હતા. હાલના દિવસોમાં તેમણે ડ્રોનના આધુનિક વર્ઝન ખરીદ્યા છે. આ ડ્રોન એકવારમાં મોટા જથ્થામાં હથિયાર લઈ જવામાં સક્ષમ છે.

બરફવર્ષામાં ડ્રોનનો આધાર

એક અધિકારીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ઊંચા પહાડો અને ભારે બરફવર્ષાને કારણે આતંકીઓ માટે ઘૂસણખોરી કરવી આસાન નથી. આવી સ્થિતિમાં અનેક એવા રિપોર્ટ્સ આવ્યાં છે જેમાં જણાવાયું છે કે આતંકી સંગઠનો ડ્રોનની મદદથી પંજાબ બોર્ડર દ્વારા હથિયારોની દાણચોરી કરી રહ્યાં છે. જેથી કાશ્મીર ખીણમાં તેમની આતંકી પ્રવૃતિઓ ચાલતી રહે.

એકલા પંજાબમાંથી જ 12 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ચીનમાં બનેલા ચાર ડ્રોનથી આવેલા મોટા જથ્થામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.રિપોર્ટ પછી બીએસએફ તરફથી કહેવામાં આવ્યું છે કે સરહદ પર ડ્રોન ઘૂસણખોરીનો મુકાબલો કરવા માટે ટેકનીકલ ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એન્ટી-ડ્રોન સિસ્ટમ પર ઝડપથી કામ કરી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch