Sat,20 April 2024,11:09 am
Print
header

જમ્મુ કાશ્મીરઃ સ્વતંત્રતા દિવસ પહેલા મોટા ષડયંત્રનો પર્દાફાશ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરઃ કિશ્તાવડમાં 15 ઓગસ્ટ પહેલા મોટા આતંકી કાવતરાનો સુરક્ષાદળોએ પર્દાફાશ કર્યો છે. કિશ્તવાડ-કેશવાન રોડ પર મળેલા વિસ્ફોટકોને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરીને ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આઈજીપી જમ્મુએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. પાકિસ્તાની કમાન્ડરની સૂચનાથી તેઓ મોટા આતંકવાદી કાવતરાને અંજામ આપવા માટે કામ કરી રહ્યાં હતા, સ્થાનિક પોલીસના જણાવ્યાં અનુસાર જૈશ-એ-મોહમ્મદના એક મોડ્યુલના ચાર આતંકવાદીઓએ ડ્રોનમાંથી પડતા હથિયારો એકત્રિત કરવાની યોજના બનાવી હતી.જમ્મુ-કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું કે પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ 15 ઓગસ્ટના રોજ જમ્મુમાં વાહનમાં આઈઈડી લગાવવાની યોજના બનાવી હતી. તેમણે દેશના ઘણા મહત્વના સ્થળોની જાસૂસી કરી હતી.

જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે  પોલીસે જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. જે કાશ્મીર ખીણમાં કાર્યરત આતંકવાદીઓને શસ્ત્રો સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યાં હતા. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ 15 ઓગસ્ટ પહેલા જમ્મુમાં વાહનમાં આઈઈડી લગાવવાની અને દેશના અન્ય ભાગોમાં મહત્વના સ્થળો પર હુમલાની યોજના બનાવી રહ્યાં હતા. ધરપકડ કરાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઇઝહર ખાનને પાકિસ્તાન સ્થિત કમાન્ડર દ્વારા પાણીપત ઓઇલ રિફાઇનરીની જાસૂસી કરવા માટે કહેવામાં આવ્યું હતું તેણે આ કર્યું અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યો હતો,  અયોધ્યામાં રામ મંદિરની પણ જાસૂસી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે કાર્ય પૂર્ણ કરે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch