ઇસ્લામાબાદઃ આતંકવાદને પોષનાર દેશ પાકિસ્તાનની હાલત હવે ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે મોટી હિંસા થઈ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 36 લોકો માર્યાં ગયા હોવાના અહેવાલ છે. ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે પાંચ દિવસ પહેલા બંને જૂથો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હિંસા કેવી રીતે ફાટી નીકળી ?
પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે આદિવાસી જૂથો વચ્ચે આ સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો છે. હિંસામાં 36 લોકો માર્યા ગયા અને 162 ઘાયલ થયા છે. ગામમાં અગાઉ આદિવાસીઓ અને ધાર્મિક જૂથો વચ્ચે ઘાતક અથડામણો તેમજ સાંપ્રદાયિક અથડામણો અને આતંકવાદી હુમલાઓ જોવા મળ્યાં છે.
પોલીસે શું કહ્યું ?
સમગ્ર હિંસા અંગે પોલીસે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી આદિવાસી હિંસામાં 36 લોકો માર્યાં ગયા છે અને 162 અન્ય ઘાયલ થયા છે. આ ઘટના અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં બની હતી.
ફાયરિંગ હજુ પણ ચાલુ છે
આદિવાસી વડીલો, સૈન્ય નેતૃત્વ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની મદદથી થોડા સમય પહેલા બોશેરા, મલિકેલ અને દુંદર વિસ્તારમાં શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે સમજૂતી થઈ છે. જિલ્લાના અન્ય કેટલાક ભાગોમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. બાકીના વિસ્તારોમાં પણ સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
અમેરિકામાં મહેસાણાના કનોડા ગામના પરિવાર પર ગોળીબાર, પિતા અને પુત્રીનું મોત | 2025-03-22 17:40:09
સુનિતા વિલિયમ્સની 9 મહિના બાદ ઘર વાપસી, ઝુલાસણમાં આતશબાજી - Gujarat Post | 2025-03-19 11:30:57
આખરે સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીની ગણતરી શરૂ - Gujarat Post | 2025-03-18 12:18:33
બલૂચ આર્મીનો પાકિસ્તાનમાં બીજો મોટો હુમલો, 90 જવાનોનાં મોતના અહેવાલ | 2025-03-16 17:24:31
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51