Dharpakad Teaser Launch અમદાવાદ: ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ધરપકડનું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મીનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે. મલ્હાર ઠાકર એક ભાવુક અને ગંભીર સંવાદમાં કહેતા સંભળાય છે કે, આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા.
ટીઝરનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવે છે જ્યારે બેંક એકાઉન્ટમાં ઇનસફિશિયન્ટ બેલેન્સ બતાવે છે અને સવાલ ઉઠે છે પૈસા નથી તો ગયા ક્યાં પપ્પા ? ટીઝરમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કેમર્સ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે અને સામાન્ય માણસને ભરોસો અપાવી દે છે કે જે થઈ રહ્યું છે તે સાચું છે. ટીઝરના અંતમાં આવતો એક અજાણ્યો ફોન કોલ, જેમાં કહેવામાં આવે છે કે આપકે બેટે કો હમને અરેસ્ટ કિયા હૈ, આખી ફિલ્મની ગંભીરતા અને સસ્પેન્સને વધુ ગાઢ બનાવે છે.
અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે જોવા મળશે. તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા મજબૂત કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી આ ફિલ્મ સાયબર છેતરપિંડીના એવા પાસાને સ્પર્શે છે જેની કોઈએ કલ્પના પણ નથી કરી હોતી. સસ્પેન્સ, ડ્રામા અને સામાજિક સંદેશાથી ભરપૂર આ ફિલ્મ 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝર રિલીઝ થયા બાદ હવે દર્શકોમાં મલ્હાર અને શ્રુહદની આ જોડીને આધુનિક ક્રાઈમ થ્રિલરમાં જોવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે. ટીઝર લિંક- https://www.youtube.com/watch?v=kp-8NmNU0uo
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26