Team India announced for England Tour: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે, જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ટીમ ઈન્ડિયાનો આ પહેલો મોટો પ્રવાસ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સાથે નવા ટેસ્ટ કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.
શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ગિલ ટીમ ઈન્ડિયાનો 37મો ટેસ્ટ કેપ્ટન હશે. 25 વર્ષીય ગિલ ટીમ ઈન્ડિયાના પાંચમા સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન છે. ગિલ સામે હવે ઈંગ્લેન્ડની ધરતી પર માત્ર બેટથી જ નહીં પરંતુ કેપ્ટનશીપ સાથે પણ સારું પ્રદર્શન કરવાનો મુશ્કેલ પડકાર રહેશે. અર્શદીપ સિંહને પહેલી વાર ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ ટીમમાં પરત ફર્યો છે.
સુદર્શનને પહેલી વાર તક મળી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરનાર ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાઈ સુદર્શન અને કરુણ નાયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સુદર્શનને IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ માટે તેની શાનદાર બેટિંગ માટે પુરસ્કાર મળ્યો છે. કરુણ નાયર 8 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો છે. તેણે રણજી ટ્રોફી 2024-25માં વિદર્ભ તરફથી રમતા 863 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે હવે પસંદગીકારોએ તેને લાંબા સમય પછી તક આપી છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ આ મુજબ છે
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવતી ફ્લાઇટ્સ આજે પણ રદ, દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટનું ભાડું રૂ. 50,000 સુધી પહોંચ્યું | 2025-12-06 10:02:30
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર: રાહુલ-ખડગેને આમંત્રણ નહીં અને શશિ થરૂર બન્યાં મહેમાન | 2025-12-05 20:53:58
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતા આપી ભેટ | 2025-12-05 13:05:03
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20
કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં 4 લોકોનાં મોત, 7 ઘાયલ | 2025-11-30 10:35:22