મુંબઇઃ મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 52 રનથી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં આફ્રિકન ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારત તરફથી શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી.
ભારત તરફથી શેફાલી વર્મા અને દીપ્તિ શર્માનું શાનદાન પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી, જેમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મૃતિએ 58 બોલમાં 45 રન બનાવ્યાં હતા. શેફાલી વર્મા પાસે આ મેચમાં સદી ફટકારવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ. તેણે 78 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 87 રન બનાવ્યાં હતા. સેમિફાઇનલ મેચમાં સદી ફટકારનાર જેમીમાહ 37 બોલમાં ફક્ત 24 રન બનાવી શકી. કેપ્ટન હરમનપ્રીત કૌર 29 બોલમાં 20 રન બનાવ્યા બાદ ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. અમનજોતે 14 બોલમાં 12 રન બનાવ્યા હતા. રિચા ઘોષે 34 રન બનાવ્યા. દીપ્તિ શર્મા 58 રન બનાવીને રન આઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી અયાબોંગા ખાકાએ ત્રણ વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડની સદી વ્યર્થ ગઈ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી. તાઝમિન બ્રિટ્સ અને લૌરા વોલ્વાર્ડે પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા હતા .બ્રિટ્સ 35 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલી એનેકે બોશ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી. સુને લુસે 35 અને સિનાલો જાફાએ 16 રન બનાવ્યાં હતા. દક્ષિણ આફ્રિકાના બાકીના બેટ્સમેન નિષ્ફળ રહ્યાં, પરંતુ કેપ્ટન લૌરા વોલ્વાર્ડે શાનદાર સદી ફટકારી. તેને 98 બોલમાં 101 રન બનાવ્યાં હતા, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. અમનજોત કૌરે શાનદાર કેચ પકડ્યો હતો. બોલિંગમાં ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56