સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી.જેના કારણે ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા. પુજારાએ લડાયક 50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી.
#TeamIndia's innings ends at 244, which is 94 short of Australia's first innings total of 338.
— BCCI (@BCCI) January 9, 2021
Action will soon resume after the Tea break. #AUSvIND
Details - https://t.co/lHRi0Qef30 pic.twitter.com/21p2B9SLTV
બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સર્વાધિક 131 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. માર્નસ લાબુશાનેએ 91 રનની ઈનિંગ રમી હતી.એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 232 રન હતો ત્યારે મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું પરંતુ જાડેજા અને બુમરાહે ભારતને વાપસી કરાવી હતી. જાડેજાએ 62 રનમાં 4 વિકેટ ઝડપી હતી.જે તેનો વિદેશમાં ત્રીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ ઉપરાંત બુકમાહે 66 રનમાં 2, નવદીપ સૈનીએ 65 રનમાં 2 અને મોહમ્મદ સિરાજે 67 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અશ્વિનને વિકેટ મળી નહોતી.
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદને કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી. પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બાઈડનની શપથવિધિ સમારંભ યોજાશે, વ્હાઈટ હાઉસ છોડીને ટ્રમ્પ જાણો ક્યા જશે ?
2021-01-20 18:46:55
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર પતિની હકીકત સામે આવી તો જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી
2021-01-20 18:12:48
નશાના સોદાગર....ATSની વધુ એક સફળતા, 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી
2021-01-20 17:47:21
રાજકોટના બામણબોર પાસે ડમ્પર પાછળ આઈસર ઘુસી જતા 2ના મોત, 4 ઈજાગ્રસ્ત
2021-01-20 16:42:09
અંધશ્રધ્દ્રા, પ્રેમીએ પ્રેમિકાને પોતાના વશમાં કરવા માટે પહેલાં તંત્ર-મંત્રનો સહારો લીધો પ્લાન નિષ્ફળ જતા....
2021-01-20 16:36:06
ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી PM મોદી ખુશ, જાણો ટ્વીટ કરીને આખી ટીમ માટે શું કહ્યું ?
2021-01-19 15:09:44
વીડિયો, આખરે કેમ પાકિસ્તાનમાં લાગ્યા મોદી મોદીના નારા...પોસ્ટર્સમાં પણ દેખાયા PM મોદી
2021-01-18 15:45:29
ચીનમાં આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળતા ચકચાર, 3 સેમ્પલ પોઝિટિવ
2021-01-17 13:15:50
કોરોના વાયરસની રસી માટે ભારત સામે તાકીને બેઠું છે પાકિસ્તાન, શું પાકને મળશે રસી ?
2021-01-17 12:26:08